રોનક ગ્રુપના Naredco પ્રેસિડન્ટ અને એમડી, રાજન બાંદેલકરના મતે -
રોનક ગ્રુપના Naredco પ્રેસિડન્ટ અને એમડી, રાજન બાંદેલકરના મતે -
મુંબઇમાં પ્રોપર્ટીના વેચાણ દશકનાં ઉચ્ચત્તમ સ્તર પર. 10,550 પ્રોપર્ટીના રજીસ્ટ્ર્રેશન થયા ઓગષ્ટમાં- શુ કારણો
ઓગષ્ટ 2023માં મુંબઇમાં દશકમાં સૌથી વધુ પ્રોપર્ટીના વેચાણ થયા છે. ઓગષ્ટ 2023માં મુંબઇમાં 10,550 પ્રોપર્ટી રજીસ્ટર થઇ છે. જાન થી ઓગષ્ટમાં રેવન્યુ કલેક્શન 22 ટકા વધી 7242 કરોડ રૂપિયા થયું છે. કુલ રજીસ્ટ્રેશનમાંથી 80 ટકા રેસિડન્શિયલ પ્રોપર્ટી રજીસ્ટર થઇ શકે છે.
ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. ભારતમાં વેદેશી રોકાણ આવી રહ્યાં છે. કોરોના બાદ પોતાનું ઘરનું મહત્વ વધી ગયું છે. RERA બાદ રિયલ એસ્ટટ ઓર્ગેનાઇઝ થયુ છે. રિયલ એસ્ટેટનાં ગ્રોથથી શરૂઆત થઇ ચુકી છે. RERA અમલીકરણ બાદ ટ્રાન્સપરન્સી વધી જશે. સરકાર સ્ટેમ્પડ્યુટી ઘટાડે તો રિયલ એસ્ટેટને ઘણુ બુસ્ટ મળશે. કોરોના સમયે સ્ટેમ્પડ્યુટીની રાહતથી ઘરોના વેચાણ વધ્યા હતા.
ઘરોની કિંમતો ઘણા લાંબા સમય સુધી સ્થીર રહી છે. સેલ્સ ચાલુ રાખવા માટે ડેવલપર્સે ઘણી કોસ્ટ પોતે સહન કરી છે. અફોર્ડબલ ઘર માટે 45 લાખ રૂપિયાની કેપ હટાવવી જોઇએ. મુંબઇ જેવા શહેરમાં 45 લાખ રૂપિયામાં ઘર બનાવવા શક્ય નથી. કોરોના બાદ મોટા ઘરની માંગ વધી રહી છે. લકઝરી ફ્લેટની અનસોલ્ડ ઇન્વેન્ટરી નહીવત છે.
અફોર્ડેબલ માટે 645 SqFtની સાઇઝને જોવી જોઇએ. યુવાવર્ગ હવે પોતાના ઘર ખરીદવા ઇચ્છી રહ્યાં છે. મુંબઇના વેસ્ટર્ન સબર્બમાં 55 ટકા નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે. સેન્ટ્રલ સબર્બમાં 38 ટકા નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે.
ઘરોનાં વેચાણ આખુ વર્ષ થઇ રહ્યાં છે. તહેવારો પર સામાન્યથી વધુ સેલ્સ થઇ શકે છે. ડેવલપર્સ દ્વારા તહેવારો પર અમુક ઓફર્સ અપાતી હોય છે. ઘરની કિંમતો સ્થીર રાખવા ડેવલપર્સ પ્રયત્ન કરી રહ્યાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.