પ્રોપર્ટી ગુરૂ: ઈન્ડસ્ટ્રિયલ ગાળામાં રોકાણથી કેટલુ રિટર્ન મળી શકે? | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: ઈન્ડસ્ટ્રિયલ ગાળામાં રોકાણથી કેટલુ રિટર્ન મળી શકે?

આગળ જાણકારી લઈશું એમ્પાયર સેન્ટ્રમના સેલ્સ & માર્કેટિંગ હેડ, અશ્વિન અય્યર પાસેથી.

અપડેટેડ 05:14:47 PM Sep 30, 2023 પર
Story continues below Advertisement

પ્રોપર્ટીગુરૂમાં આપણે રિયલ એસ્ટેટના વિવિધ અસેટ કલાસની ઘણી બધી વાતો કરતા હોઇએ છીએ અને આપણે રેસિડન્શિયલ અને કમર્શિયલ રિયલ એસ્ટેટના ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપરટ્યુનિટી પણ વાત કરીએ છે આ સિવાય આપણે વેરહાઉસિંગની પણ વાત કરી છે અને આ કડીમાં આગળ આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડસ્ટ્રીયલ ગાલામાં રોકાણની તક અંગેની. આગળ જાણકારી લઈશું એમ્પાયર સેન્ટ્રમના સેલ્સ & માર્કેટિંગ હેડ, અશ્વિન અય્યર પાસેથી.

ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં રોકાણમાં રોકાણ કર્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળા લાંબાગાળા માટે લિઝ પર સરળતાથી જાય છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળાથી સતત રેન્ટલ ઇનકમ મળતી રહે છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળાને રેન્ટ પર આપવા માટે વધુ ખર્ચ નથી કરવો પડતો. રેસિડન્શિયલમાં મેન્ટેનન્સ ખર્ચ વધુ રહે છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળા માટે મેન્ટેનન્સ નહીવત હોય છે. MSMEsને સરકારનો સપોર્ટ ઘણો સારો મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળો ખરીદો ત્યારે અફોર્ડેબલ કિંમતમાં ક્યા મળે છે એ જાણો.

જે તે વિસ્તારમાં ભવિષ્યમાં સારૂ ઇન્ફ્રા ડેવલપમેન્ટ બની રહ્યું છે કે નહી તે જુઓ. ઇન્ડસ્ટ્રીયલ ગાળાનો વેકન્સી પિરીયડ ઘણો ઓછો હોય છે. ડેવલોપિંગ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ ગાળા ખરીદી મહત્તમ ફાયદો મેળવી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળા ખરીદો ત્યા રોડ કનેક્ટિવિટી અને લોજીસ્ટિક સારા હોવા જોઇએ. ઇન્ડસ્ટ્રીયલ ગાળાથી 8 થી 10 ટકા ROI મળવાની સંભાવના છે. અંબરનાથ બદલાપુરનુ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે.


અંબરનાથ બદલાપુરને રેલ અને રોડની કનેક્ટિવિટી મળે છે. આ વિસ્તારને મેટ્રો તેમજ ગુજરાતની રોડ કનેક્ટિવિટી પણ મળશે. અંબરનાથ-બદલાપુરએ રિયલ એસ્ટેટ માટે અફોર્ડેબલ એરિયા છે. 30 રૂપિયાથી 50 લાખમાં તમે અંબરનાથ બદલાપુરમાં ઇન્ડસ્ટ્રીયલ ગાળા ખરીદી શકો છો. અંબરનાથ બદલાપુરમાં રોકાણથી 5 થી 7 વર્ષમાં સારૂ એપ્રિશિયેશન મળી શકે છે. એક નવુ રેલ્વે સ્ટેશન આ રૂટ પર આવશે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર MSMEsને ઘણુ પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ બિઝનેસનો વિકાસ થતા ઇન્ડસ્ટ્રીયલ ગાળાની માગ વધી શકે છે. માઇક્રો બિઝનેસના લાભ 5 કરોડ રૂપિયાના બિઝનેસ સુધી મળે છે. જો ઇન્ડસ્ટ્રીયલ ગાળાની કિંમત ઓછી હશે તો બિઝનેસ માટે એટલા નાણા ઉપયોગી થશે. અંબરનાથમાં ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં રોકાણની સારી તક છે. રેસિડન્શિયલ પ્રોપર્ટીમાં રેન્ટલ યીલ્ડ 2 થી 4 ટકા મળે છે.

કમર્શિયલમાં 4 થી 7 ટકા રેન્ટલ યીલ્ડ મેળવી શકો છો. રેસિડન્શિયલ પ્રોપર્ટીનો વેકન્સી પિરીયડ લાંબો રહી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં સરખામણીમાં રોકાણ ઓછી રકમનું કરવાનું થાય છે. ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં 8 થી 9 ટકા સુધીના રેન્ટલ યીલ્ડ મળી શકે છે. ચીકલોલી સ્ટેશન આવ્યા પછી અંબરનાથમાં રેન્ટલયીલ્ડ 9 થી 10 ટકા મળી શકશે. અંબરનાથ બદલાપુરમાં હાલ ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં 6 ટકા રેન્ટલ યીલ્ડ મળે છે.

ઇન્ડસ્ટ્રીયલ ગાળા ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં હોય શકે છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેમિકલ એમિશન ન થતુ હોય તેવા બિઝનેસ હોય છે. રેડ ઝોનમાં એવા બિઝનેસ આવે છે જે કેમિકલ કે અન્યા હાનિકારક વેસ્ટ પ્રોડયુસ કરે છે. ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં હોય તેવા ઇન્ડસ્ટ્રીયલ ગાળામાં રોકાણ કરવું જોઇએ.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2023 5:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.