પ્રોપર્ટી ગુરુ: આવનારા સંવત પાસેથી રિયલ એસ્ટેટની આપેક્ષા | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: આવનારા સંવત પાસેથી રિયલ એસ્ટેટની આપેક્ષા

આગળ જાણકારી લઈશું NAREDCOના પ્રેસિડન્ટ અને રોનક ગ્રુપના એમડી, રાજન બાંદેલકર અને મેન્ટરસ પાર્ટનર્સના મેનેજીગ પાર્ટનર, નૌશાદ પંજવાણી પાસેથી

અપડેટેડ 01:55:25 PM Nov 11, 2023 પર
Story continues below Advertisement

આ દિવળીમાં સંવત થી સંવત રિયલ એસ્ટેટમાં આવેલા બદલાવ પર જાણકારી લઈશું NAREDCOના પ્રેસિડન્ટ અને રોનક ગ્રુપના એમડી, રાજન બાંદેલકર અને મેન્ટરસ પાર્ટનર્સના મેનેજીગ પાર્ટનર, નૌશાદ પંજવાણી પાસેથી

NAREDCOના પ્રેસિડન્ટ અને રોનક ગ્રુપના એમડી, રાજન બાંદેલકરના મેત -

આ સંવતમાં રિયલ એસ્ટેટનુ પ્રદર્શન ખૂબ સારૂ રહ્યું છે. લોકો હવે પોતાનુ ઘર ખરિદી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે રિયલ એસ્ટેટને સહયોગ કર્યો છે. પ્રોપર્ટી વેચાણના આંકડા રેકોર્ડ બ્રેક સ્તરો પર પહોચી રહ્યાં છે. રિયલ એસ્ટેટ માટે ભવિષ્ય ખૂબ જ ઉજળુ છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ થઇ છે.


રિયલ એસ્ટેટની તેજી યથાવત રહેશે. લોકોની આવક વધવાથી ઘર ખરીદારી વધે છે. યુવા વર્ગ પણ હવે પોતાનુ ઘર ખરિદવા ઇચ્છે છે. બાંધકામ ખર્ચ વધવા છતા ઘરની કિંમતો વધી નથી. ડેવલપર્સ સેલ થતા રહે એ માટે કિંમત વધારી નથી રહ્યાં. RERA બાદ ફંડનો દુરઉપયોગ શક્ય જ નથી. અફોર્ડેબલ ઘરને લગતી માંગણીઓ ગ્રાહકો માટે છે. અફોર્ડબલ હાઉસિંગ માટે ટેકસમાં રાહતની માંગણી રહી છે. અફોર્ડેબલ માટે 45 લાખ રૂપિયાની કેપ દુર કરવાની માગ છે.

મોટા શહેરમાં 45 લાખ રૂપિયામાં ઘર બનાવવા અશક્ય છે. અફોર્ડેબલની વ્યાખ્યા માત્ર સાઇઝથી જ થવી જોઇએ. હાલની સરકારે સારી પોલિસીઓ લાવી છે. આવનારા 10 વર્ષમાં રિયલ એસ્ટેટ 3 ગણુ વધશે. RERAને 6 વર્ષ પુરા થઇ રહ્યાં છે. RERA બાદ રિયલ એસ્ટેટમાં પ્રોબ્લેમ્સ ઘણા ઘટ્યાં છે. પ્રોપર્ટીના વેચાણ સતત ચાલતા રહે છે. ગ્રાહકોને ઘર સમયસર મળી રહ્યાં છે.

મેન્ટરસ પાર્ટનર્સના મેનેજીગ પાર્ટનર, નૌશાદ પંજવાણીના મતે -

ભારતનું અર્થતંત્ર સતત ગ્રોથ કરી રહ્યું છે. ભારતનો GDP ગ્રોથ થઇ રહ્યો છે. 2014 થી 2019 સુધી રેગ્યુલેટરી ચેન્જસ આવ્યા છે. હવે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રકચલ ચેન્જ આવી શક્યા છે. હવે રિયલ એસ્ટેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યોં છે. પ્રોપર્ટી જોવાથી, RERA વેબસાઇટ, ડિજીટલ પેમેન્ટ બધુ શક્ય બન્યું છે.

પોતાના ઘરની ખરિદારી વધી રહી છે. લોકો ભાડાના ઘરને બદલે પોતાનુ ઘર ખરિદવાનુ પસંદ કરી રહ્યાં છે. પ્રોપર્ટીની કિંમતો લગભગ સ્થિર રહી છે. પ્રીમિયમ અને લકઝરી ઘરોના વેચાણ પાછલા વર્ષમાં વધ્યા છે. ડેવલપર્સ પાસેની ઇન્વેન્ટરી ઘટી છે. ડેવલપર્સની બેલેન્સ શીટ સુધરી રહી છે. રેસિડન્શિયલ સેક્ટરમાં ગ્રોથ થતો જ રહેશે.

કમર્શિયલ, વેરહાઉસ, સ્ટુન્ડહાઉસિંગનો ગ્રોથ પણ થશે. ટિઅર 2,3 સિટીની પ્રોપર્ટીમાં રોકાણની પણ સારી તક છે. ડેવલપર્સે સફળ પ્રોજેક્ટ બાદ પણ કિંમતોને કાબુમાં રાખવી જરૂરી છે. કિંમતો સ્થિર રહે તો 5 વર્ષ સુધી સેલ્સ થતા રહેશે.

પ્રોપર્ટીની કિંમતો આવનારા વર્ષમાં સ્થિર રહેતી દેખાઇ શકે છે. REITsએ રિયલ એસ્ટેટમાં રોકાણની સારી તક છે. REITs દ્વારા રિયલ એસ્ટેટમાં નાના રોકાણ કરી શકશો. ચુંટણીની સિધી અસર તો રિયલ એસ્ટેટ પર નથી. GDPની અસર રિયલ એસ્ટેટ પર થઇ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2023 1:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.