પ્રોપર્ટી ગુરુ: વડાલાનાં પ્રોપર્ટીમાં કેમ બની રહી છે રોકાણની તક | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: વડાલાનાં પ્રોપર્ટીમાં કેમ બની રહી છે રોકાણની તક

આગળ પ્રોપર્ટી માર્કેટ પર જાણકારી લઈશું સેક્રેટરી MCHI-CREDAI, ડિરેક્ટર, અજમેરા રિયલ્ટી, ધવલ અજમેરા પાસેથી.

અપડેટેડ 05:47:23 PM Mar 03, 2024 પર
Story continues below Advertisement

મુંબઇનો વિકાસ સાઉથ મુંબઇ થી સબર્બ તરફ થયો છે. વડાલાની કનેક્ટિવિટી સારી છે. પાછલા અમુક વર્ષમાં વડાલાનો ઘણો વિકાસ થયો છે. ઇસ્ટર્ન ફ્રી વે ને કારણે વડાલાને ઘણો લાભ મળી રહ્યો છે. વડાલા ઇસ્ટર્ન ફ્રી વે થી સાઉથ મુંબઇથી કનેક્ટેડ છે. અટલ શેતુનો લાભ પણ વડાલાને મળશે. વેસ્ટર્ન-ઇસ્ટર્નની કનેક્ટિવિટી પણ સારી છે. મુલુન્ડ થી ગોરેગાંવની ટનેલ બની રહી છે. વડાલા હવે એપિક સેન્ટર બની રહ્યું છે.

સરકાર વડાલામાં BKC જેવા પ્રોજેક્ટ લાવી શકે છે. BKCને હવે બુલેટ ટ્રેન જેવી કનેક્ટિવિટી પણ મળશે. BKCને વેલ કનેક્ટેડ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. સરકાર પણ વડાલાના વિકાસ પર ફોકસ કરી રહી છે. વડાલામાં જીએસટી ભવન વડાલામાં આવી રહ્યું છે. BKC-2 માટે નવા રેસિડન્શિયલ, કમર્શિયલ, હોટેલ જેવા પ્રોજેક્ટ પણ આવશે.

વડાલામાં મોનોરેલનો લાભ મળી રહ્યો છે. વડાલાને મેટ્રો ટ્રેનનો પણ લાભ મળશે. અટલ સેતુથી આસપાસના ઘણા વિસ્તારોને લાભ થશે. વડાલામાં રેસિડન્શિયલ સેક્ટરમાં માગ વધી જશે. 1800 રૂપિયા પ્રતિ SqFt વડાલામાં અજમેરાના પહેલા પ્રોજેક્ટની કિંમત છે. હવે 30,000 રૂપિયા પ્રતિ SqFtની કિંમત વડાલામાં ચાલી રહી છે. 23 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતોમાં શાનદાર તેજી આવી રહી છે.


લોકો ટાઉનશીપમાં ઘર ખરીદવાનું મહત્વ સમજી રહ્યાં છે. વડાલામાં ઓપન સ્પેસનો લાભ પણ સારો મળે છે. અજમેરાના પ્રોજેક્ટમાં 25 ટકા વિસ્તારમાં બાંધકામ બાકી ખુલ્લી જગ્યા છે. અજમેરા પ્રોજેક્ટમાં 33 એકરમાં ગાર્ડન બનાવાયો છે. બોમ્બે પોર્ટ ટ્ર્સ્ટની લેન્ડ વડાલા વિસ્તારમાં રહ્યા છે. વડાલા થી શિવરી સુધી બોમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન રહી છે. બોમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન પર હવે ડેવલપમેન્ટ થઇ શકે છે.

200 થી 500 હેકટરનુ લેન્ડ પાર્સલ ખુલવાની સંભાવના છે. આ વિસ્તારનું ડેવલપમેન્ટ ખુલ્લી જગ્યા રાખી કરવામાં આવશે. આ વિસ્તારમાં મોટા ગાર્ડન બનાવવામાં આવે એવી સંભાવના છે. 1800 રૂપિયા પ્રતિ SqFt વડાલામાં અજમેરાના પહેલા પ્રોજેક્ટની કિંમત છે. હવે 30,000 રૂપિયા પ્રતિ SqFtની કિંમત વડાલામાં ચાલી રહી છે.

વડાલાની આસપાસનું તમામ ઇન્ફ્રા હવે તૈયાર થઈ રહ્યું છે. મોનો રેલ વડાલામાં કાર્યરત છે. મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી જલ્દી મળશે. વડાલા મુંબઇનું નવુ કમર્શિયલ હબ બનશે. વડાલામાં કમર્શિયલ અને રેસિડન્શિયલમાં માગ વધશે. વડાલાની પ્રોપર્ટીની કિંમતો આવનારા સમયમાં વધતી જશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2024 5:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.