રિલાયન્સ જિયો લાવ્યો સૌથી સસ્તો Hotstar સબ્સક્રિપ્શન વાળા પ્લાન, સાથે મળશે 2GB ડેટા દરરોજ | Moneycontrol Gujarati
Get App

રિલાયન્સ જિયો લાવ્યો સૌથી સસ્તો Hotstar સબ્સક્રિપ્શન વાળા પ્લાન, સાથે મળશે 2GB ડેટા દરરોજ

Jio Prepaid Plan with Hotstar Subscription: શું તમે વર્લ્ડ કપની મેચો જોવા માટે એવી પ્લાન શોધી રહ્યા છો જેમાં તમે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન અને મોબાઈલ ડેટા મેળવી શકો. જિયો (Jio)ના આ ત્રણ પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ વખતે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને Jioએ ડિઝ્ની + હૉટસ્ટારની સાથે બંડલ પ્રીપેડ પ્લાન્સ શરૂ કર્યા છે.

અપડેટેડ 05:28:32 PM Oct 11, 2023 પર
Story continues below Advertisement

Jio Prepaid Plan with Hotstar Subscription: શું તમે વર્લ્ડ કપની મેચો જોવા માટે એવી પ્લાન શોધી રહ્યા છો જેમાં તમે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન અને મોબાઈલ ડેટા મેળવી શકો. જિયો (Jio)ના આ ત્રણ પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ વખતે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને Jioએ ડિઝ્ની + હૉટસ્ટારની સાથે બંડલ પ્રીપેડ પ્લાન્સ શરૂ કર્યા છે. જિયોના પ્લાનના દ્વારા ક્રિકેટ મેચનું આનંદ લઈ શકે છે. Jioના આ પ્લાનની ખાસિયત આ છે કે તેની સાથે Disney + Hotstarનું સબ્સક્રિપ્શન ફ્રી માં મળી રહ્યું છે.

Jioનો 328 રૂપિયાનો પ્લાન

Jioનો સૌથી સસ્તા પ્લાનની કિમત 328 રૂપિયા છે. જિયોના આ પ્લાનમાં 28 દિવસ સુધી દરરોજ 1.5 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. સાથે જ 3 મહિના માટે Disney + hotstar મોબાઈલ મેમ્બરશિપ એટલે કે સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ક્રિકેટ પ્રેમિયોને ધ્યાનમાં રાખીને શરૂ કરી શકો છો.


Jioનો 388 રૂપિયાનો પ્લાન

Jioએ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 28 દિવસ માટે 388 રૂપિયાનું પ્લાન પમ શરૂ કર્યું છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. સાથે જ 3 મહિનાની Disney + hotstar મોબાઈલની મેમ્બરશીપ મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. 328 રૂપિયા 388 રૂપિયાના પ્લાનમાં માત્ર મળવા વાળો ડેટાનું ફર્ક છે, બાકી તમામ બેનિફિટ સેમ છે.

Jioનો 758 રૂપિયાનો પ્લાન

Jioએ 758 રૂપિયાનું પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન 84 દિવસની વેલેડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. 3 મહિનાની Disney + Hotstar મોબાઈલ મેમ્બરશિપ મળે છે. આ પ્લાન તેના માટે છે જે ક્રિકેટ સીઝન બાદ પણ એન્ટરટેનમન્ટનો ફાયદો લેવા માગે છે. જ્યારે, jioના 808 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળી છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. 3 મહિનાની Disney + hotstar મોબાઈલ મેમ્બરશિપ મળે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.