YONO SBI: ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના NRI કસ્ટમર્સ માટે એક નવી સર્વિસ શરૂ કરી છે . SBI ના NRI કસ્ટમર્સ હવે NRI અને NRO સેવિંગ અને કરન્ટ એકાઉન્ટ્સ તેમની YONO એપ દ્વારા ડિજિટલ રીતે ખોલી શકશે. આ સુવિધા NTB અથવા બેન્કના નવા કસ્ટમર્સ માટે તેમના માટે એકાઉન્ટ ખોલવાની પ્રોસેસને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે. આના દ્વારા હવે SBIના NRI અને NRO કસ્ટમર્સ ઘરે બેસીને ખૂબ જ સરળતાથી તેમનું એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકશે.
SBIના કસ્ટમર્સ ઘરે બેસીને તેમનું એકાઉન્ટ ખોલાવી શકશે
Yono એપ દ્વારા NRI અથવા NRO એકાઉન્ટ ખોલી શકશે
યોનો એપ દ્વારા એનઆરઆઈ અથવા એનઆરઓ એકાઉન્ટ ખોલવા માટે, તમારે પહેલા યોનો એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે NRI અથવા NRO એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારી પાસે KYC માટે બે વિકલ્પો હશે. પ્રથમ વિકલ્પમાં, તમારે ભારતમાં તમારી પસંદગીની SBI શાખામાં દસ્તાવેજો સબમિટ કરવા પડશે. બીજા વિકલ્પમાં, દસ્તાવેજો નોટરી, ભારતીય દૂતાવાસ, હાઈ કમિશન, SBI ફોરેન ઑફિસ, પ્રતિનિધિની ઑફિસ, કોર્ટના મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ દ્વારા ચકાસવાના રહેશે અને પ્રોસેસ માટે નિયુક્ત શાખાને મેઈલ કરવા પડશે. એસબીઆઈના કસ્ટમર્સ તેમની અરજીઓને રિયલ ટાઈમમાં પણ ટ્રેક કરી શકે છે.