Online Payment Habit: ભૂતકાળમાં નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે બૅન્ક લૉન લેવું મુશ્કેલ હતું. કેમ કે તેમની પાસે આવકનું એકાઉન્ટ ન હોતું. પણ હવે તેમની આવક યુપીઆઈ બૅન્ક એકાઉન્ટથી જાણી શકાય છે. આથી તેમને લોનની જરૂર હોય તો એ સરળતાથી મળી રહે છે. યુપીઆઈમાં હવે ક્રેડિટ કાર્ડ પણ લિંક કરી શકાય છે. આ જ રીતે પૂર્વ-મંજૂરી સાથેની ક્રેડિટ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ છે. નિષ્ણાંતો આ વિશે કહે છે કે, જ્યારે આપણી પાસે પૈસા હોય છે ત્યારે આપણે યુપીઆઈ દ્વારા આંધળો ખર્ચ કરીએ છીએ અને આવી સુવિધાના લીધે ફાલતુ ખર્ચા વધી જાય છે. આપણે તેને અંકુશમાં લેવા પડશે.
"યુપીઆઈના કારણે જો તમે વધુ ખર્ચ કરી રહ્યા છો તો તમે તમારા પગારમાંથી કેટલીક ચોક્કસ રકમ બચત યોજનામાં રોકી શકો છો." "જેમ કે એસઆઈપી. યુપીઆઈ દ્વારા આ સરળતાથી થઈ શકે છે. આ રીતે તમે કેટલીક રકમ બચાવી શકો છો." યુપીઆઈના ટ્રાન્ઝેક્શનના લીધે થતો નકામો ખર્ચ ઘટાડી શકાય છે. જ્યારે આપણે નાણા ખર્ચીએ છીએ ત્યારે આપણે કેટલા ખર્ચ્યા એની નોંધ નથી રાખતા.
કાર્ડ અને મોબાઈલ વોલેટ દ્વારા વ્યવહાર કરવો અનુકૂળ છે, પરંતુ તેનાથી લોકોને વધુ ખર્ચ કરવાની લત લાગી રહી છે. બિહેવિયરલ ફાઇનાન્સ થિયરીસ્ટના મતે, લોકો કાર્ડનો ઉપયોગ કરતાં રોકડ ખર્ચ કરવામાં વધુ ખચકાટ અનુભવે છે. આનાથી તે લોકોની મુશ્કેલીઓ વધી વધી રહી છે જેઓ કાર્ડના કારણે પોતાના ખર્ચ પર નિયંત્રણ નથી રાખી શકતા.