FD Rates: જો આપણે છેલ્લા કેટલાક મહિનાના ટ્રેન્ડ પર નજર કરીએ તો, FD રેટ્સ આ સમયે બેસ્ટ રિટર્ન આપી રહ્યા છે. જો કે, કેટલીક બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ રેટ્સમાં સુધારો કર્યો છે પરંતુ હજુ પણ ઘણી નાની ફાઇનાન્સ બેન્કો FD પર 8 થી 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. નિષ્ણાતો માને છે કે એફડી માટે હવે બેસ્ટ સમય છે. આ પછી, એફડીના દર ઘટી શકે છે. અહીં અમે તમને ખાનગી ક્ષેત્રની 3 બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જે વરિષ્ઠ નાગરિકોને FD પર 8 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે.
ઈન્ડસઈન્ડ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 8.25 ટકા સુધી વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 1 વર્ષથી 2 વર્ષની FD પર આપવામાં આવે છે. બેન્ક 7 દિવસથી 30 દિવસની FD પર 4.25 ટકા વ્યાજ આપી રહી છે. તે 31 દિવસથી 45 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપે છે. 91-120 દિવસની FD પર 5.50 ટકા, 121-180 દિવસની FD પર 5.75 ટકા, 181-210 દિવસની FD પર 6.60 ટકા, 211-269 દિવસની FD પર 6.85 ટકા અને 270-364 દિવસની FD પર 7.10 ટકા વ્યાજ મળશે. મેળવી રહ્યા છે. બેન્ક 2 વર્ષથી ઉપરની FD પર વરિષ્ઠ નાગરિકોને 8 ટકા વ્યાજ આપી રહી છે.
બંધન બેન્ક વરિષ્ઠ નાગરિકોને FD પર 8.35 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 7 દિવસથી 30 દિવસની FD પર 3.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બંધન બેન્ક 1 વર્ષથી 499 દિવસની FD પર 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જો તમે 501 દિવસથી 5 વર્ષ સુધી FD કરો છો તો પણ બેન્ક તમને માત્ર 7.75 ટકા વ્યાજ આપશે. આ સિવાય 5 વર્ષથી 10 વર્ષની FD પર 6.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.