UPI Now Pay Later: અકાઉન્ટમાં નથી પૈસા, તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જામો કેવી રીતે | Moneycontrol Gujarati
Get App

UPI Now Pay Later: અકાઉન્ટમાં નથી પૈસા, તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જામો કેવી રીતે

યુનિફાઈડ ઈન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈમાં નવી સુવિધા માટે મંજૂરી મળી ગઈ છે. હવે 'UPI Now Pay Later' છે, એટલે કે તમે તમારા ક્રેડિટ લાીનથી ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ પેમેન્ટ કરી શકશે અને જેટલું પેમેન્ટ તમે આ લિમિટથી કરો છો, તેની ચુકવણી પછી બેન્કને કરી શકો છો.

અપડેટેડ 04:25:48 PM Oct 10, 2023 પર
Story continues below Advertisement

શું તમારા સેવિંગ અકાઈન્ટમાં મહિના ના અંતમાં પૈસા સમાપ્ત થઈ જાય છે અને પેમેન્ટ માટે ફંડ નથી બચતો, જો તમે કોઈ દુકાનમાં ખરીદી કરાવા માટે જશે અથવા કોઈ અન્ય કામ માટે ઑનલાઈન પેમેન્ટ કરવાનું છે અને આવું થયા કે તમારા અકાઉન્ટમાં યૂપિઆઈ પેમેન્ટ કરવા માટે પૈસા જ ન હોય, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. ખરેખર, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ હવે યૂપીઆઈ યૂઝર્સ માટે ક્રેડિટ લાઇન સર્વિસેઝ (UPI Credit Line Service) ઓફર કરવાની મંજૂરી આપી છે. આ પછી તમારે બેન્ક અકાઉન્ટ ખાલી થવા પર પણ તમે ઝડપથી UPI Paymanet કરી શકશો

પેમેન્ટ માટે કરી શકશો ક્રેડિટ લાઇનનો ઉપયોગ

યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યૂપીઆઈમાં એડ કરવા વાળી આ સુવિધા 'UPI Now Pay Later' છે, એટલે કે, તમે તમારી વર્તમાન ક્રેડિટ લાઇન દ્વારા ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ પેમેન્ટ કરી શકે છે અને જેટલું પેમેન્ટ આ લિમિટના દ્વારા કરે છે, તેની ચુકવણી બાદ સંબંધિત બેન્કને કરી શકો છો. અત્યાર સુધી UPIનો ઉપયોગ કરનારા યૂઝર્સ માત્ર તેના સેવિંગ અકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, પ્રીપેડ વૉલેટ અને ક્રેડિટ કાર્ડને યૂપીઆઈ સાથે લિંક કરી શકતા હતા, પરંતુ હવે UPI લેનદેન માટે ક્રેડિટ લાઇન લિમિટનો યૂઝ કરી શકાય છે.


આ રીતે કામ કરશે નવી સુવિધા

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બેન્કોને ક્રેડિટ લાઈન માટે ગ્રાહકનું અપ્રૂવલ લેવાનું રહશે અને તેના બાદ ક્રેડિટ લિમિટ નક્કી કરવામાં આવશે. હવે માનીલો કે ક્યા તમારે પેમેન્ટ કરવાનું છે, તો તમે પહેલાથી આપેલી મંજૂરીની લિમિટનો યૂઝ કરતા તે પેમેન્ટ કરી શકો છો. આ પેમેન્ટ બાદ તમારા ખર્ચ કરેલા પૈસા ચુકવા માટે થોડો સમય પણ આપવામાં આવશે અને આ સમય ગાળામાં પેમેન્ટ કરવા પર કોઈ પણ રીતે કોઈ ચાર્જ આપવામાં નહીં આવે. બિઝનેસ સ્ટેન્ડર્ડની રિપોર્ટના અનુસાર, આરબીઆઈએ તમામ બેન્કોને UPIની સાથે આ સુવિધાના જોડવા માટે કહેવામાં આવ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 4:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.