AXIS BANK: એક્સિસ બેંકે પહેલા ક્વાર્ટર માટે ઑપરેશંસના હાલથી નબળા પરિણામ રજુ કર્યા છે. ત્રણ ક્વાર્ટરમાં બેંકના NIM સૌથી ઓછા રહ્યા. પહેલા ક્વાર્ટરમાં એક્સિસ બેંકનો નફો પણ અનુમાનથી ઓછો રહ્યો. આ દરમ્યાન તેના પ્રોવિઝન 3 ગણા થયા. નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એક્સિસ બેંકની પ્રોવિઝનિંગ 359 કરોડ રૂપિયાથી વધીને 1035 કરોડ રૂપિયા રહી. ગ્રામીણ વિસ્તારમાં લોન ગ્રોથ 22% રહ્યા. નાના કારોબારથી લોન ગ્રોથ 46% વધ્યો છે. કુલ ડિપૉઝિટ વર્ષના આધાર પર 17% વધી છે. બેંકના પરિણામ રજુ કર્યાની બાદ બ્રોકર્સે એક્સિસ બેંક પર ઓવરવેટના રેટિંગ જાહેર કર્યા છે.
જેફરીઝે એક્સિસ બેંક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય 1200 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. બ્રોકરેજનું કહેવુ છે કે બેંકના વર્ષના આધાર પર નફો 41% વધ્યો. હાયર વ્યાજ અને ઓછા ક્રેડિટ ખર્ચની સાથે અનુમાનથી થોડો વધારે રહ્યો. જ્યારે કોર NIM માં ઘટાડાની સાથે NIM સારા રહ્યા. એવુ અનુમાન છે કે COD માં વૃદ્ઘિને પ્રબંધિત કરવામાં આવી શકે છે. બેલેંશસીટમાં ગ્રોથનું વલણ નબળુ જોવામાં આવ્યુ. પરંતુ અસેટ ક્વોલિટી સારી રહી. તેમણે 18% RoE ની સાથે આવકમાં 16% સીએજીઆરની ઉમ્મીદ છે. તેમના રિસ્ક રિવોર્ડ અનુકૂળ જોવામાં આવી રહ્યા છે.
જેપી મૉર્ગને એક્સિસ બેંક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,000 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છએ. તેમનું કહેવુ છે કે ઓછા પ્રોવિઝનિંગના કારણે ચોખ્ખો નફો અનુમાનથી 2% વધારે રહ્યો. જો કે કોર PPoP અનુમાનથી ઓછા રહ્યા. ક્વાર્ટરના આધાર પર કોર NIMs જમા કમ્પ્રેસ્ડ છે અને તે રી-પ્રાઈઝિંગ દ્વારા સંચાલિત છે. ક્વાર્ટરના આધાર પર લોન ગ્રોથ 2% પર મામૂલી રહ્યો. અસેટ ક્વોલિટીમાં ઘટાડાની સાથે થોડા નૉર્મલાઈઝેશન જોવામાં આવ્યુ. તેના ક્રેડિટ કૉસ્ટ 50 બીપીએસ પર રહ્યા. ટ્રેજરી લાભથી બેંકને 1.8% પર RoA પ્રિંટ કરવામાં મદદ મળી.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.