Bajaj Auto એ લૉન્ચ કરી બે બાઈક, જાણો બ્રોકરેજ હાઉસિઝની સ્ટૉક પર શું છે સલાહ
સિટીએ બજાજ ઓટો પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટ્રાયમ્ફનું લોન્ચિંગ અને કિંમત ખુબ જ આકર્ષક છે. જ્યારે ભારતમાં Presence ખૂબ જ મર્યાદિત છે, ડીલરશીપ વિસ્તરણ મહત્વપૂર્ણ રહેશે.
Bajaj Auto અને બ્રિટેનના મોટરસાઈકિલ બ્રાંડ Triumph એ મળીને બે બાઈક - Triumph Speed 400 અને Scrambler 400X ને બજારમાં ઉતારી છે. બન્ને કંપનીઓએ બુધવારના આપેલા બયાનમાં કહ્યુ કે ટ્રાયમ્ફ સ્પીડ 400 ની કિંમત 2.33 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બન્ને કંપનીઓએ 2017 માં ગ્લોબલ પાર્ટનરશિપ કરી હતી. બજાજ ઑટોએ કહ્યુ કે કંપનીએ જણાવ્યુ છે કે સ્પીડ 400 જુલાઈ માધ્યમથી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. જ્યારે સ્ક્રેંબ્લર 400 એક્સ આ વર્ષ ઑક્ટોબર સુધી બજારમાં આવશે. કંપની દ્વારા નવી બાઈક લૉન્ક કરવાથી સ્ટૉક પર બ્રોકરેજ હાઉસ પણ એક્શનમાં જોવામાં આવી રહ્યા છે.
મૉર્ગન સ્ટેનલીએ બજાજ ઓટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5063 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બજાજ ટ્રાયમ્ફ લૉન્ચથી શેર્સમાં તેજી આવવાની અપેક્ષા છે. 2-વ્હીલર સેગમેન્ટમાં કંપનીનું વર્ચસ્વ છે.
બજાજ ઓટો પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે બજાજ ઓટો પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક 2-વ્હીલર માર્કેટ શેરમાં વધુ ગ્રોથની અપેક્ષા છે. જ્યારે નાઈજીરિયા અને ઈજિપ્તમાં એક્સપોર્ટમાં રિકવરી જોવાને મળી રહી છે. ભારતમાં EV 2-વ્હીલર લોન્ચ કરવાનીની કંપીની યોજના છે. 2W અને 3W બંન્ને સેગમેન્ટમાં નવી EV અને ICE પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે.
બજાજ ઓટો પર CLSA
સીએલએસએ એ બજાજ ઑટો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4659 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બજાજ ટ્રાયમ્ફનું લોન્ચ કંપની માટે પોઝિટીવ છે. આગળ તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 24/25 માં વેચાણ 60,000 થી 1.20 લાખ યુનિટ થવાની અપેક્ષા છે. પ્રીમિયમ સેગમેન્ટમાં કોમ્પિટિશન વધી રહી છે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં સુસ્ત રિકવરી દેખાય રહી છે. એક્સપોર્ટ માર્કેટમાં સતત દબાણ યથાવત્ છે.
બજાજ ઓટો પર જેફરીઝ
જેફરીઝે બજાજ ઓટો પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 5100 રૂપિયા પ્રતિશેરથી વધારી 5500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બજાજ ટ્રાયમ્ફની કિંમત એક્ટ્રેક્ટીવ છે. આગળ તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 23-25 સુધી વોલ્યુમ અને EPS 15% અને CAGR 23% રહેવાનો અંદાજ છે. ડિવિડન્ડ યીલ્ડ 4% રહેવાનો અંદાજ છે.
બજાજ ઓટો પર સિટી
સિટીએ બજાજ ઓટો પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટ્રાયમ્ફનું લોન્ચિંગ અને કિંમત ખુબ જ આકર્ષક છે. જ્યારે ભારતમાં Presence ખૂબ જ મર્યાદિત છે, ડીલરશીપ વિસ્તરણ મહત્વપૂર્ણ રહેશે. સિટીએ આગળ કહ્યુ કે વોલ્યુમ ગ્રોથ ઘટવાની આશંકા દેખાય રહી છે. પરંતુ પ્રીમિયમ બાઇક પ્લેયર તરીકે કંપનીની ઇમેજ બુસ્ટ થશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)