બજાજ ઑટો (Bajaj Auto) ના ઉમ્મીદથી સારા પરિણામ આવ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં નફો 12 ટકા વધ્યો. આવકમાં વધારો થયો. ઘરેલૂ રેવેન્યૂ ગ્રોથ ડબલ ડિજિટમાં જોવામાં આવ્યા છે. લગાતાર ત્રીજા ક્વાર્ટરમાં માર્જિનમાં સુધાર જોવામાં આવ્યો. કંપનીએ 140 રૂપિયાના ડિવિડન્ડના પણ જાહેરાત કરી છે. નાઈજેરિયામાં સ્થિતિ બગડવાથી એક્સપોર્ટ પર અસર થઈ છે. જાન્યુઆરી-માર્ચમાં એક્સપોર્ટમાં દબાણ રહ્યુ છે. Q2FY24 સુધી એક્સપોર્ટમાં રાહતની આશા છે. જ્યારે કંપની FY24 માં પલ્સરના નવા વેરિએંટ લૉન્ચ કરશે. કંપનીનું કહેવુ છે કે EV ની સપ્લાઈ ચેનની રીસ્ટ્રક્ચર્ડ કરી રહ્યા છે. જ્યારે ઘરેલૂ 2-3 વ્હીલર ગાડીઓની માંગમાં સ્થિરતા જોવાને મળી. Q4 માં કમોડિટીની કિંમતોની મિશ્ર અસર જોવા મળી.
મોર્ગન સ્ટેનલીએ બજાજ ઑટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,486 પ્રતિશેરથી વધારીને ₹5,063 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં વોલ્યુમ નબળા રહ્યા. ભારતમાં રિકવરી, ડિવિડન્ડ યીલ્ડના કારણે મત પોઝિટીવ છે. FY24 માટે EPS અનુમાન 8% થી વધાર્યું.
CLSA On Bajaj Auto
સીએલએસએ એ બજાજ ઑટો પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,659 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધુ પ્રોડક્ટ મિક્સના કારણે Q4 અનુમાન કરતા સારા છે. ઓછા એક્સપોર્ટના કારણે માર્જિન સુધર્યા છે. FY24-25 માટે નફાનું અનુમાન 6-8% વધાર્યું છે.
Motilal Oswal On Bajaj Auto
મોતીલાલ ઓસવાલે કહ્યુ કે FY24 માં ઘરેલૂ અને એક્સપોર્ટ બન્ને વૉલ્યૂમમાં રિકવરી થવાની આશા છે. લૉન્ગ ટર્મમાં કંપનીના માર્કેટ શેર વધાર્યા. હાલમાં બ્રોકરેજીસે સ્ટૉક પર ન્યૂટ્રલ રેટિંગ આપ્યા છે. તેના ટાર્ગેટ પ્રાઈઝ 4400 રૂપિયા નક્કી કર્યા છે.
Prabhudas Lilladher On Bajaj Auto
પ્રભુદાસ લીલાધરે સ્ટૉક પર હોલ્ડ રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4020 રૂપિયાથી વધારીને 4130 રૂપિયા નક્કી કર્યા છે. બ્રોકરેજે FY24/25 માટે તેના EPS અનુમાન 1-3 ટકા વધાર્યા છે.
Nirmal Bang ON Bajaj Auto
નિર્મલ બંગના બજાજ ઑટો પર પૉઝિટિવ નજરીયો છે. જો કે તેમણે FY24/FY25 માટે EPS અનુમાનને 5 ટકા/ 7 ટકાથી ઓછા કર્યા છે. તેમણે તેના પર એક્યુમલેટ રેટિંગ આપીને તેના લક્ષ્ય 4,509 રૂપિયા નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)