Today's Broker's Top Picks: ભારતી એરટેલ, અશોક લેલેન્ડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનોલેક્સ, ઈન્ડિયન હોટલ્સ, ડિલહેવરી છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ ગોદરેજ પ્રોપર્ટીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો કેશ ફ્લો લાર્જ યથાવત્ રહેશે. પ્રી-સેલ્સ રેકોર્ડ હાઈ પર છે. FY25 માટે પ્રી-સેલ્સ ગાઈડન્સ વધવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ભારતી એરટેલ પર MS
મોર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ મજબૂત રહ્યો છે. ટેરિફમાં વધારાના સમર્થન વિના ભારતમાં EBITDAમાં મજબૂતી દેખાણી. 6 મહિનામાં 27% શેર દોડ્યો.
અશોક લેલેન્ડ પર HSBC
એચએસબીસીએ અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY24માં ઓપરેટિંગ માર્જિન મજબૂત રહ્યા. CV ઈન્ડસ્ટ્રીઝ ટ્રેન્ડ લાંબાગાળા માટે સ્ટેબલ રહેશે. FY24-FY27 માટે CAGR 6% રહેવાનો અંદાજ છે.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ ગોદરેજ પ્રોપર્ટીઝ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 9M માટે સેલ્સ બુક 13,000 કરોડ રૂપિયા સુધી પહોંચી. 2024માં 93% લક્ષ્ય હાંસલ કર્યા. FY24 ગાઈડન્સ 67% રહેવાનો અંદાજ છે. 9Mમાં કલેક્શન 6,740 કરોડ રૂપિયા રહ્યું.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર જેફરિઝ
જેફરિઝે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2700 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રી-સેલ્સ રેકોર્ડ હાઈ રહ્યું, Q4 માટે પાઈપલાઈન મજબૂત રહી. આ વર્ષમાં સેલ્સ ગ્રોથ વધુ 50% વધવાની અપેક્ષા છે. મેનેજમેન્ટની નફો માર્જિન 15-18% વધવાની અપેક્ષા છે.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર CLSA
સીએલએસએ એ ગોદરેજ પ્રોપર્ટીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો કેશ ફ્લો લાર્જ યથાવત્ રહેશે. પ્રી-સેલ્સ રેકોર્ડ હાઈ પર છે. FY25 માટે પ્રી-સેલ્સ ગાઈડન્સ વધવાની અપેક્ષા છે. મધ્યમ-ટર્મમાં ગ્રોથ 20% રહેવાની અપેક્ષા છે. FY24-26 માટે પ્રી-સેલ્સ 15%-17% વધવાની અપેક્ષા છે.
Finolex પર HSBC
એચએસબીસીએ ફિનોલેક્સ પર રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક 225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચાઇનીઝ રિયલ એસ્ટેટની નબળી માંગની અસર PVC સેગમેન્ટ પર રહેશે. 2024માં માગ સુધારવાની અપેક્ષા છે. એગ્રી બિઝનેસમાં પાઈપ ડિમાન્ડ વધવાની અપેક્ષા છે.
ઈન્ડિયન હોટલ્સ પર HSBC
એચએસબીસીએ ઈન્ડિયન હોટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 575 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે. Q3માં EBITDA મજબૂત રહ્યા. મજબૂત માગ અને સપ્લાઈથી આઉટલુક મજબૂત છે. મજબૂત આઉટલુકથી માર્કેટ શેરમાં ગ્રોથ રહેશે.
Delhivery પર મેક્વાયરી
મેક્વાયરીએ ડિલહિવરી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 560 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.