મેક્વાયરીએ બ્રિટાનિયા પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
MS On Britannia
મોર્ગન સ્ટેનલીએ બ્રિટાનિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય વધારીને 5184 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચોથા ક્વાર્ટરના પરિણામ મજબૂત રહ્યા. મેનેજમેન્ટ ગ્રોથ આઉટલુક પર સકારાત્મક જોવામાં આવ્યા. કંપની ડિસ્ટ્રીબ્યૂશન, ઈનોવેશન અને પ્રીમિયમાઈઝેશન-લીડ ગ્રોથ પર ફોક્સ વધારી રહ્યા છે. માર્જિનથી વધારે ટૉપલાઈન ગ્રોથ પર ફોક્સ કરવા આગળ વધવાની પ્રમુખ રણનીતિ છે.
Macquarie On Britannia
મેક્વાયરીએ બ્રિટાનિયા પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 ના વેચાણ વૉલ્યૂમ વધી શકે અને તે હાઈ સિંગલ ડિજિટ લેવલની નજીક રહેશે. Q4 માં મજબૂત ગ્રૉસ માર્જિનની બાવજૂદ FY24/25 EPS ના વ્યાપક રૂપથી મેનટેન રાખ્યા છે.
CLSA On Britannia
સીએલએસએ એ બ્રિટાનિયા પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના લક્ષ્ય 4390 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. પૂર્વમાં મોટા પૈમાના પર મૂલ્ય આધારિત ગ્રોથ જોવાને મળ્યો છે. નાણાકીય વર્ષ 24 માં ઈપીએસ ગ્રોથ સમકક્ષ કંપનીઓથી ઓછા રહી શકે છે. Q4 માં આવકમાં વૃદ્ઘિ સુસ્ત રહી જ્યારે માર્જિન ક્વાર્ટરના આઘાર પર સપાટ રહ્યા.
JP Morgan On Britannia
જેપી મૉર્ગને બ્રિટાનિયા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેનું લક્ષ્ય 4920 રૂપિયા પ્રતિશેરના નક્કીલ કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રૉસ માર્જિન ડિલીવરી સકારાત્મક રૂપથી ચાલુ છે. કંપનીને FY23 ના સ્તર પર FY24 માં EBITDA રહેવાની આશા છે કે નાણાકીય વર્ષ 24 માં માર્જિન ક્રમિક રૂપથી 18% સુધી થઈ શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)