Today's Broker's Top Picks: કેપેક્સ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 953 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેટરી EV માટે નવા પ્લેટફોર્મને લોન્ચ કર્યું. આગામી 18 મહિનામાં કંપનીની 5 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કેપેક્સ પર CLSA
સીએલએસએ એ કેપેક્સ પર H1માં સ્થાનિક ઓર્ડરમાં સ્લોડાઉન જોવા મળ્યું. માર્કેટ કેપેક્સ કેન્દ્રિત સરકારના સંભવિત વળતરમાં વિશ્વાસ રાખવો જોઈએ. L&T માટે ખરીદદારીની સલાહ, લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરથી વધી 4260 રૂપિયા પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે NCC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેરથી વધી 240 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. BHEL માટે વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 78 રૂપિયા પ્રતિશેરથી વધી 135 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. HAL માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2055 રૂપિયા પ્રતિશેરથી વધારી 3225 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
એશિયન પેન્ટ્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટ્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોસ માર્જિન 41.5% અનુમાનની સામે 43.6% રહ્યા. ગ્રોસ માર્જિનમાં વર્ષના ધોરણે 500 bpsનો વધારો થયો. ગ્રોસ માર્જિનમાં ક્વાર્ટર ધોરણે 25 bpsનો વધારો થયો. EBITDA માર્જિન 18.9% અનુમાનની સામે 22.6% રહ્યા. EBITDA માર્જિનમાં વર્ષના ધોરણે 390 bpsનો વધારો થયો. EBITDA માર્જિનમાં ક્વાર્ટર ધોરણે 235 bpsનો વધારો થયો. કાચા માલના ભાવમાં ઘટાડાની અસર માર્જિન પર જોવા મળી.
એશિયન પેન્ટ્સ પર જેફરિઝ
જેફરિઝે એશિયન પેન્ટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એશિયન પેન્ટ્સ પર HSBC
HSBC એ એશિયન પેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4020 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q3 ડેકોરેટિવ વોલ્યુમ ગ્રોથ 12% પર મજબૂત છે. તહેવારોમાં મજબૂત માગથી વોલ્યુમ ગ્રોથને સપોર્ટ મળ્યો છે. વોલ્યુમ ગ્રોથ આઉટલુક પોઝિટીવ છે. માર્જિન મજબૂત રહ્યા.
ટાટા મોટર્સ પર નોમુરા
નોમુરાએ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 953 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેટરી EV માટે નવા પ્લેટફોર્મને લોન્ચ કર્યું. આગામી 18 મહિનામાં કંપનીની 5 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે. નવા વેરિઅન્ટની કિંમત હાલની Tiago.Ev કરતાં વધુ છે. નવા વેરિઅન્ટની કિંમત તુલનાત્મક Punch Ice વેરિઅન્ટ કરતા વધારે છે. FY25માં EV વોલ્યુમ ગ્રોથ 50% વધવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.