મોતીલાલ ઓસવાલે દાલમિયા ભારત પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ સેક્ટર પર જેફરિઝ
જેફરિઝે સિમેન્ટ સેક્ટર પર ડિસેમ્બરમાં તમામ પ્રદેશોમાં 1-2% ની રેન્જમાં સિમેન્ટ Px ઘટાડો. Q3FY24માં QoQ ધોરણે 3% ગ્રોથ રહ્યો. સાઉથમાં Q3માં ગ્રોથ ઉચ્ચત્તમ સ્તર પર રહ્યો. અન્ય રાજ્યોમાં ગ્રોથ સ્થિર રહ્યો. સિમેન્ટ સેક્ટર માટે પોઝિટીવ વ્યૂહ છે.
દાલ્મિયા ભારત પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે દાલમિયા ભારત પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024 માટે ટોપ પીક છે. નવી યોજનાઓ અને ગ્રોથ પર કંપનીનું ફોકસ છે. લાંબાગાળા માટે આઉટલુક પોઝિટીવ છે. 2031 સુધી ક્ષમતા વિસ્તાર 110-130 mtpa વધવાની અપેક્ષા છે. 2023 સુધી CAGR 14-17% રહેવાનો અંદાજ છે.
Cello World પર ICICI સિક્યોરિટીઝ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે સેલો વર્લ્ડ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 920 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA માર્જિન 25% અને ROCE 30% રહેવાની અપેક્ષા છે. FY23-26 માટે રેવેન્યુ CAGR 18.7%રહેવાનો અંદાજ છે.
ફોર્ટિસ હેસ્થકેર પર નોમુરા
નોમુરાએ ફોર્ટિસ હેસ્થકેર પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 475 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. FY25-30 માટે ARPOB CAGR 4%થી વધી 5.8% રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.