બ્રોકરેજથી જાણો એચસીએલ ટેક સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ
સીએલએસએ એ એચસીએલ ટેક પર રેટિંગના આઉટપરફૉર્મથી ડાઉનગ્રેડ કરીને અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 1,536 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના 19.8% માર્જિન અપેક્ષા સારી રહી જ્યારે તેના 19.2% રહેવાનું અનુમાન હતુ.
HCL Tech Share Price:એચસીએલ ટેક (HCL Tech) ના પરિણામ ઉમ્મીદથી સારા રહ્યા. ડૉલર રેવેન્યૂ આશરે 6% વધ્યો. માર્જિનમાં ઉમ્મીદથી સારો સુધારો જોવા મળ્યો. જ્યારે નફામાં પણ 13% થી વધારાની ગ્રોથ જોવાને મળ્યો. HCL Tech ની Q3 માં CC આવક ગ્રોથ 6% રહી જ્યારે તેના 4% રહેવાનું અનુમાન હતુ. નવી ડીલ 3.96 અરબ ડૉલરના મુકાબલે 1.93 અરબ ડૉલર રહી. કંપનીના એટ્રિશન રેટ 14.2% થી ઘટીને 12.8% રહ્યા. HCL Tech ના FY24 ગાઈડેંસના અનુસાર CC રેવેન્યૂ ગ્રોથ 5-5.5% રહેવાનું એનુમાન લગાવામાં આવ્યુ છે. FY24 માં માર્જિન 18-19% રહેવાની આશા છે. સીસી આવક પર નજર કરીએ તો તેમાં અમેરિકા અને યૂરોપમાં ગ્રોથ જોવાને મળ્યો છે. તેમાં બ્રોકરેજ ફર્મોએ મિશ્ર નજરીયો અપનાવ્યો છે. મૉર્ગન સ્ટેનલીએ સ્ટૉક પર ઈક્વલ-વેટ રેટિંગ આપ્યા છે. જ્યારે સીએલએસએ એ અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. જાણો બ્રોકરેજ ફર્મોના ટાર્ગેટ પ્રાઈઝ -
Brokerages On HCL Tech
CLSA On HCL Tech
સીએલએસએ એ એચસીએલ ટેક પર રેટિંગના આઉટપરફૉર્મથી ડાઉનગ્રેડ કરીને અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 1,536 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના 19.8% માર્જિન અપેક્ષા સારી રહી જ્યારે તેના 19.2% રહેવાનું અનુમાન હતુ. તેમણે તેના વર્ષના આધાર પર ગ્રોથ ગાઈડેંસ 5-6% થી ઘટાડીને 5 થી 5.5% કર્યુ છે. છેલ્લા પાંચ વર્ષોમાં સરેરાશ સ્ટૉક રિટર્ન ફ્લેટ રહ્યા છે.
MS On HCL Tech
મૉર્ગન સ્ટેનલીએ એચસીએલ ટેક પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેના ટાર્ગેટ 1,470 રૂપિયાથી વધારીને 1,600 રૂપિયા નક્કી કર્યા છે. તેનું કહેવુ છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામ સારા રહ્યા છે. રિલેટિવ વૈલ્યૂએશનના ચાલતા ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. કંપનીના સર્વિસ બિઝનેસનું પ્રદર્શન અનુમાનથી સારૂ રહ્યુ. Q4 માં પણ સર્વિસિ બિઝનેસમાં સારી ગ્રોથની ઉમ્મીદ છે. કંપનીના માર્જિન ગાઈડેંસ 18%-19% ની વચ્ચે યથાવત છે.
Bernstein On HCL Tech
બર્નસ્ટીલે એચસીએલ ટેક પર માર્કેટ પરફૉર્મ રેટિંગ આપ્યા છે. તેના ટાર્ગેટ 1640 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. કંપનીના રેવન્યૂ અને માર્જિનમાં તેજ ઘટાડાની સાથે એક મજબૂત ક્વાર્ટરનું પ્રદર્શન કર્યુ છે. કંપનીના EBIT માર્જિન 19.8% રહ્યા. ક્વાર્ટરના આધાર પર 130 બીપીએસ ઊપર રહ્યા. કંપનીએ EBIT માર્જિન ગાઈડેંસ 18% થી 19% ની વચ્ચે બનાવી રાખ્યા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.