Today's Broker's Top Picks: ગ્રેફાઈટ કંપની, સિમેન્ટ સેક્ટર, એબીબી, એશિયન પેંટ્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ગ્રેફાઈટ કંપની, સિમેન્ટ સેક્ટર, એબીબી, એશિયન પેંટ્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:12:41 AM Feb 22, 2024 પર
Story continues below Advertisement
ગોલ્ડમેન સૅક્સે પેટીએમ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 860 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સિમેન્ટ સેક્ટર પર સિટી

સિટીએ સિમેન્ટ સેક્ટર પર અલ્ટ્રાટેક, ACC, અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ માટે BUY રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર શ્રી સિમેન્ટ માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. નુવાકો, રામ્કો, JK સિમેન્ટ માટે વેચવાલીની સલાહ આપી છે. આગળ તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 23-27 માટે લગભગ 144 mt ક્લિંકર બેક્ડ ઇન્ક્રીમેન્ટલ સપ્લાયની અપેક્ષા છે.


OMCs પર CLSA

સીએલએસએ એ ઓએમસીએસ પર HPCL, BPCL અને IOC પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર રિટેલમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડ્યા. ક્રૂડના ભાવ 5-7% વધતા માર્કેટિંગ માર્જિનમાં ચિંતા વધી. નાણાકીય વર્ષ 25માં EBITDA 5.5x વધવાની અપેક્ષા છે. IOC, BPCL અને HPCLમાં GRM $9-US$12/bbl રહેવાની અપેક્ષા છે.

ગ્રેફાઈટ કંપનીઓ પર જેફરિઝ

જેફરિઝે ગ્રેફાઈટ કંપનીઓ પર HEG માટે BUY ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રેફાઇટ ઇન્ડિયા માટે BUY રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે HEG અને ગ્રેફાઇટ ઇન્ડિયાના Q3ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે. સારા યુટિલાઈઝેશનને કારણે વોલ્યુમમાં વાર્ષિક ધોરણે વધ્યો. 2-3 ક્વાર્ટર માટે માર્જિનમાં દબાણ જોવા મળી શકે. FY25-26 માટે EBITDA 2-7% ઘટવાનો અંદાજ છે. નવી EAF સ્ટીલ ક્ષમતાઓ વધારવાની યોજના છે.

ABB પર જેફરિઝ

જેફરિઝે એબીબી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 6115 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4CY23 EBITDA અનુમાનથી ઓછા છે. વર્ષ દર વર્ષના આધાર પર ઓર્ડરર ફ્લો 33% ઉપર છે. આવક ગ્રોથ મજબૂત રહી છે. માર્જિનમાં 10 bpsનો સુધારો આવ્યો છે. CY23માં માર્જિન 303 bps સુધર્યા. રિન્યુએબલ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ રહ્યો છે.

ABB પર UBS

યુબીએસ એ એબીબી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5380 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને નવા ઓર્ડર 35% વધી 3150 કરોડ રૂપિયા રહ્યા છે. ડેટા સેન્ટર,રેલવે,મેટ્રો,ઈલેક્ટ્રોનિક્સ હાઈ ગ્રોથ સેગમેન્ટની અપેક્ષા છે. રિન્યુએબલ્સ,ઓટો,વેરહાઉસ અને લોજિસ્ટિક્સ હાઈ ગ્રોથ સેગમેન્ટની અપેક્ષા છે. બિલ્ડીંગ/વોટર ઇન્ફ્રા સેગમેન્ટમાં ગ્રોથની અપેક્ષા છે.

ABB પર નોમુરા

નોમુરાએ ABB પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5740 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓટોમેશન,ઇલેક્ટ્રિફિકેશન અને પ્રીમિયમાઇઝેશન વચ્ચે વધતું કન્વર્જન્સ છે. 14-14.5%નો માર્જિન ટ્રેજેક્ટરી જોવા મળી શકે છે.

એશિયન પેન્ટ્સ પર જેફરિઝ

જેફરિઝે એશિયન પેન્ટ્સ પર અન્ડરપરફોર્મના રેટિગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રાસિમ પાનીપતમાં પેન્ટ પ્લાન્ટ શરૂ કરશે. ગ્રાસિમે 3 પ્લાન્ટ શરૂ કરી પેન્ટ સેક્ટરમાં એન્ટ્રી લીધી. ઇન્ડસ્ટ્રી માર્કેટ શેર્સ અને માર્જિનમાં આ પ્રતિબિંબિત થવાની અપેક્ષા છે.

Paytm પર GS

ગોલ્ડમેન સૅક્સે પેટીએમ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 860 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2024 11:12 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.