આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર CLSA
સીએલએસએ એ આઈટી પર 2024માં કેપિટલ, CTSH, Genpact અને EPAMના સેલ્સ ગ્રોથ ગાઈડન્સમાં નરમાશ રહેશે. ભારતના IT ક્ષેત્ર પર સાવચેતીભર્યા વલણ પર વિચાર કરશે. ઈન્ફોસિસ અને HCL ટેક એપ્રિલ 2024માં તેમનું વાર્ષિક ગ્રોથ ગાઈડન્સ ઈશ્યુ કરશે. ઈન્ફોસિસ અને HCL ટેકનું ગાઈડન્સ મિડ-હાઈ સિંગલ ડિજિટ રહેવના અનુમાન છે. FY25 માટે વધુ ડાઉનસાઇડ રિસ્ક જોવા મળી શકે છે. ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા માટે આઉટપરફોર્મ રેટિંગ આપ્યા છે. વિપ્રો અને LTIમાઈન્ડટ્રી માટે વેચવાલીની સલાહ છે.
OMC પર જેફરિઝ
જેફરીઝે ઓએમસી પર BPCL માટે રેટિંગ અન્ડરપરફોર્મથી ખરીદારીનું કર્યુ. તેના પર લક્ષ્યાંક 415 રૂપિયા પ્રતિશેરથી વધારી 890 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. IOC માટે હોલ્ડ રેટિંગ, લક્ષ્યાંક 135 રૂપિયા થી વધારી 215 રૂપિયા પ્રતિશેર કર્યા છે. HPCL માટે અન્ડરપરફોર્મ રેટિંગ, લક્ષ્યાંક 330 રૂપિયા પ્રતિશેરથી વધારી 550 રૂપિયા પ્રતિશેર કર્યા. મુખ્ય રિક્સ ક્રૂડના ભાવમાં વધારો, રશિયન ક્રૂડ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો.
ગુજરાત ગેસ પર જેફરિઝ
જેફરિઝે ગુજરાત ગેસ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 470 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ EBITDA ઈન-લાઈન સાથે નરમ રહ્યા. વોલ્યુમ ગ્રોથ 4% અનુમાનથી ઉપર રહ્યા.
ગુજરાત ગેસ પર CLSA
સીએલએસએ એ ગુજરાત ગેસ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 360 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 નિરાશાજનક પ્રદર્શન અને મ્યૂટ કોમેન્ટરી જોવા મળી.
HDFC બેન્ક પર MS
મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેંક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ મર્જર પછી તેના હોમ લોન બિઝનેસ પર વિગતો આપી. બેન્કના માર્કેટ શેરમાં ઉછાળો, ટર્નઅરાઉન્ડ ટાઈમમાં સુધારો થયો.
ઈન્ડિયાબુલ્સ HSG પર MS
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 133 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
AB ફેશન પર MS
મોર્ગન સ્ટેનલીએ એબી ફેશન પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
AB ફેશન પર CLSA
સીએલએસએ એ એબી ફેશન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 266 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં લાઈફસ્ટાઈલ બિઝનેસથી આવકનું 3% યોગદાન છે. Q3FY24માં Pantaloonsમાં આવકનું 12% યોગદાન છે.
ક્રોમ્પટન કન્ઝ્યમુર પર MS
મોર્ગન સ્ટેનલીએ ક્રોમ્પટન કંઝ્યુમર પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 281 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ઈપ્કા લેબ્સ પર HSBC
એચએસબીસીએ ઈપ્કા લેબ્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1125 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના બ્રાન્ડ્સ માર્કેટ શેરમાં સુધારો કર્યો. નજીકના ગાળામાં એક્સપોર્ટ માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે.
NMDC પર સિટી
સિટીએ એનએમડીસી પર રેટિંગ BUYથી ઘટાડીને SELL કર્યા છે. તેમનું કહેવુ છે કે લક્ષ્યાંક વધારીને 215 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
અંબર એન્ટરપ્રાઈસિસ પર UBS
યુબીએસએ અંબર એન્ટરપ્રાઈસિસ પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલ નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.