બર્નસ્ટેઈને પેટીએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HDFC બેન્ક પર HSBC
એચએસબીસીએ એચડીએફસી બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1950 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 1750 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથમાં ઘટાડો આવ્યો. કોસ્ટ રેશિયો અને ક્રેડિટ કોસ્ટમાં ઉછાળો આવ્યો. FY25-26 માટે EPS ઘટીને 4.5-8.2% વચ્ચે રહી શકે છે.
UPL પર HSBC
એચએસબીસીએ યુપીએલે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 730 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 550 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY24માં પરિણામ ખરાબ જાહેર થયા. FY24માં પણ ખોટ યથાવત્ રહી શકે છે. FY25માં સારા રિકવરીની અપેક્ષા છે. ભાવમાં સ્થિરતા આવતા Inventoryમાં રિકવરીની અપેક્ષા છે.
એલેમ્બિક ફાર્મા પર HSBC
એચએસબીસીએ એલેમ્બિક ફાર્મા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 835 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 ભારતમાં ગ્રોથ અને Row ફોર્મ્યુલેશન સેગમેન્ટ્સથી પરિણામ ઈન-લાઈન છે. નવી દવાઓ લોન્ચ અને નવા પ્લાન્ટથી સપ્લાઈ વધવાથી US વેચાણ વધ્યું. US સેલ્સ ગ્રોથ માટે સપ્લાઈમાં પીક-અપનું મોટું યોગદાન છે.
એસ્ટ્રલ લિમિટેડ પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એસ્ટ્રલ લિમિટેડ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1909 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોન્કોલમાં FY24માં વોલ્યુમ ગાઈડન્સ 20% રહેવાની અપેક્ષા છે. EBITDA માર્જિન 15-17% પર યથાવત્ રહેવાની અપેક્ષા છે. FY24માં આવક ગ્રોથ ગાઈડન્સ 15-20% રહેવાની અપેક્ષા છે. આગામી ચૂંટણીઓથી કોઈ મોટી અસરની અપેક્ષા નહીં.
બેન્ક ઓફ ઈન્ડિયા પર MS
મોર્ગન સ્ટેનલીએ બેંક ઑફ ઈન્ડિયા પર રેટિંગ ડાઈનગ્રેડ કર્યા છે. તેમણે રેટિંગ ઓવરવેટથી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્ચાંક ઘટાડીને 125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં NII અનુમાનથી ખરાબ 6% પર રહ્યા. માર્જિનમાં 23 bpsનો ઘટાડો આવ્યો છે.
મણાપ્પુરમ ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ મણાપ્પુરમ ફાઈનાન્સે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સબ્સિડરી MFIના પરિણામ અનુમાનથી 20% સારા રહ્યા. નફો અનુમાનથી 7% ઉપર રહ્યો.
Paytm પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઈને પેટીએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર CLSA
સીએલએસએ એ ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PCR 75% પર યથાવત્ રહેશે. લોન ગ્રોથ 24% સાથે મજબૂત રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.