સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરીઝે ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹1,550 પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO મુજબ બેન્ક હેલ્થી ગ્રોથ દેખાડવા સક્ષમ છે. કોર ફ્રેન્ચાઈઝી અને RoAમાં સુધારો થયો. બેન્ક ડોમેન સ્પેશિયલાઈઝેશનમાં વધારો યથાવત્ રાખશે. વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે.
જેફરીઝે એશિયન પેંટ્સ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹2,500 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ગ્રાસિમ તરફથી સ્પર્ધા માત્ર 12 મહિના દૂર છે. મિડ ટર્મ માટે ગ્રોથ પર આઉટલૂક અસ્પષ્ટ છે. ઇન્વેન્ટરી ઘટતા Q4માં માર્જિન સુધરતા દેખાઈ શકે.
જેફરીઝે ટીવીસ મોટર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,550 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ઇલેક્ટ્રીક 2 વ્હિલર્સમાં કંપની 2જા નંબરે પહોંચી. ઇલેક્ટ્રિફિકેશન રિસ્કને કંપની તકમાં બદલી રહી છે. ભારતમાં 2 વ્હિલરની નબળા માગના કારણે એક્સપોર્ટ પર અસર છે. FY23-25 માટે EPS અનુમાન 3% થી ઘટાડ્યું, પણ CAGR 38% રહેવાની અપેક્ષા છે.
Jefferies On Pharma
જેફરીઝે ફાર્મા પર કહ્યુ કે સન ફાર્મા અને સિન્જીન ટૂંકાગાળે સારૂ પ્રદર્શન દેખાડશે. તેમણે તે બન્ને કંપનીઓ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. સનફાર્મા પર તેમણે લક્ષ્ય ₹1,200 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે સિન્જિન પર લક્ષ્ય ₹750 પ્રતિશેરના નક્કી કર્યો છે. ભારતમાં ગ્લોબલ સ્પેશિયાલિટીમાં વધારો કર્યો છે. સિન્જીનને નવા કોન્ટ્રાક્ટ મળવાથી ફાયદો થશે. EMsના કારણે અન્ય કંપની કરતા સન ફાર્માની સ્થિતિ સારી છે.
ગોલ્ડમેન સૅક્સે મારૂતિ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹11,000 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Fronx અને Jimnyનું લોન્ચિંગ ઉત્પ્રેરક છે. પાર્ટનર ટોયોટા સાથે વધુ હાઇબ્રિડ અને EV પ્લેટફોર્મની ઘોષણા ઉત્પ્રેરક છે. EVsમાં મોડું થવાથી ડાઉન સાઈડ રિસ્ક છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)