મોતીલાલ ઓસવાલે નાલ્કો પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 95 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એલ્યુમિના રિફાઇનરી ક્ષમતામાં વધારો RM સિક્યોરિટાઇઝેશનનું સારૂ પ્રદર્શન છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બજાજ ફાઈનાન્સ પર સીએલએસએ
સીએલએસએ એ બજાજ ફાઈનાન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9500 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની દ્વારા ઈક્વિટી કેપિટલ એકઠુ કરવા પર વિચાર કરવા માટે 5 ઑક્ટોબરના બોર્ડ બેઠકની ઘોષણા કરવામાં આવી છે. મેનેજમેંટનું માનવું છે કે ભંડોળથી દીર્ધકાલિક વિકાસને વધારો મળશે.
બજાજ ફાઈનાન્સ પર જેફરીઝ
જેફરીઝે બજાજ ફાઈનાન્સ પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8830 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના બોર્ડ 5 ઑક્ટોબરના પ્રીફરેંશિયલ ઈશ્યૂ કે QIP ના માધ્યમથી ભંડોળ એકઠુ કરવા પર વિચાર કરશે. 23% ની ટિયર-1 CAR ની સાથે ભંડોળ એકઠુ કરવા જઈ રહી છે. એ માનવામાં આવે છે કે જો BAF નેટવર્થના 10-15% વધે છે તો ઈશ્યૂની સાઈઝ 8,000 કરોડ/1 અરબ ડૉલર થઈ શકે છે. તેનાથી FY24E EPS અને BVPS માં 6% અને 11% ની વૃદ્ઘિ થઈ શકે છે. જ્યારે બીજી તરફ RoE માં 22% નો મામૂલી ઘટાડો જોવા મળી શકે છે.
કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે મેટલ સેક્ટર પર ભારતમાં સ્ટીલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં સ્ટીલના ભાવમાં 4-10% નો ઉછાળો છે. મજબૂત માંગ વધવાથી કાચા માલના ભાવમાં ઉછાળો આવ્યો. નબળું ચોમાસું અને મોસમી રિસ્ટોકિંગે સ્થાનિક માર્કેટને સપોર્ટ આપ્યો. રિઝનલ પ્રાઈસ ઓછી હોવા છતાં નબળા ચોમાસાથી ભાવમાં ઉછાળો આવ્યો. છેલ્લા 1 મહિનામાં સીબોર્ન આયર્ન ઓર અને કોકિંગ કોલ પ્રાઈઝમાં તેજી છે. સપ્લાઈ ઈશ્યુ અને વધતી માંગને કારણે ભાવમાં તેજી આવી. નજીકના ગાળામાં સ્ટીલ માર્જિન વધવાની અપેક્ષા છે. JSPL, NMDC અને ટાટા સ્ટીલમાં ખરીદદારી કરો. SAIL માટે વેચવાલીની સલાહ આપી છે.
નાલ્કો પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે નાલ્કો પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 95 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એલ્યુમિના રિફાઇનરી ક્ષમતામાં વધારો RM સિક્યોરિટાઇઝેશનનું સારૂ પ્રદર્શન છે. NACLએ ઉત્કલ D & E કોલ બ્લોક્સનું સફળતા પૂર્વક અધિગ્રહણ કર્યું. કંપનીના કાચા માલ સિક્યોરિટીમાં સુધારો છે. નાણાકીય વર્ષ 25 માં એબિટડા 3.8 ગણા વધવાની અપેક્ષા છે.
પાવર સેક્ટર પર HSBC
એચએસબીસીએ પાવર સેક્ટર પર ઓગસ્ટમાં પાવર ડિમાન્ડ 16% વધી છે. સપ્ટેમ્બરના 15 દિવસમાં 11% માગ વધી છે. નબળા ચોમાસા સાથે માગમાં 240 GWનો ઉછાળો આવ્યો. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થોડા દિવસમાં 3-4%નો ઘટાડો નોંધાયો. માંગને પહોંચી વળવા થર્મલ PLF વધવાથી કોલસાના સ્ટોકમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. ઓગસ્ટમાં નબળું રિન્યુએબલ કેપેસિટી એડિશન નોધાયું.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)