આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ સેક્ટર પર CLSA
સીએલએસએ એ સિમેન્ટ સેક્ટર પર અંબુજા સિમેન્ટ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી SELL કર્યા છે. તેમણે અંબુજા સિમેન્ટ માટે લક્ષ્યાંક વધારીને 490 રૂપિયા પ્રતિશેર કર્યા છે. ACC માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરપરફોર્મ કર્યા. ACC માટે લક્ષ્યાંક વધારીને 2430 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. શ્રી સિમેન્ટ માટે રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર રેટિંગ SELLથી અપગ્રેડ કરી અન્ડરપરફોર્મ કર્યા છે. શ્રી સિમેન્ટ માટે લક્ષ્યાંક વધારીને 27200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલ્મિયા ભારત ટોપ પીક રહ્યા છે.
L&T પર UBS
યુબીએસ એ એલએન્ડટી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરથી વધારીને 4400 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા ઓર્ડર, કોર અર્નિગ અને રિટર્નમાં સુધારો કર્યો છે. કોર કેસ ફ્લો અને ROCE માટે મજબૂત ગ્રોથ છે. કોર PE 26 ગણાથી વધી 30 ગણા રહી છે.
HDFC બેન્ક પર સિટી
સિટીએ HDFC બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર નેટ એડવાન્સ 3.8% વધ્યો. રિટેલ ડિપૉઝિટ 53000 કરોડ રૂપિયા રહી છે. Q2 માટે NIMs અને GNPAને રીસેટ કરવામાં આવ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ર્ડિપૉઝીટ રિટેલ લોન ગ્રોથ 3.0% રહ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CRB લોન ગ્રોથ 6.5% થી વધુ રહ્યો.
કલ્યાણ જ્વેલર્સ પર સિટી
સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 440 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત આવક ગ્રોથ અને સ્ટોર વિસ્તરણ વેગ મળ્યો છે. વર્ષના આધાર પર ઈન્ડિયા ઓપરેશન્સે આવકમાં આશરે 40% ગ્રોથ રહ્યો છે. મેનેજમેન્ટની ભારતમાં ‘કલ્યાણ’ના 15 સ્ટોર ખુલવાની અપેક્ષા છે. મેનેજમેન્ટની મિડલ-ઈસ્ટમાં ‘કલ્યાણ’ના 2 સ્ટોર ખુલવાની અપેક્ષા છે. મેનેજમેન્ટની Q4FY24માં ‘કેન્ડેર’ના 13 સ્ટોર ખુલવાની અપેક્ષા છે.
કલ્યાણ જ્વેલર્સ પર HSBC
HSBC એ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કલ્યાણનો Q3માં કંસો સેલ્સ ગ્રોથ 33% વધ્યો છે. કંપનીને સ્થાનિક સેલ્સ ગ્રોથ મજબૂત રહ્યો છે. કંપનીએ Q3માં 22 નવા કલ્યાણ શો રૂમ ખોલ્યા છે. Q4માં 15 નવા કલ્યાણ શો રૂમ ખોલવાની યોજના છે. FY25માં 80 નવા કલ્યાણ શો રૂમ ખોલવાની યોજના છે.
Sula પર CLSA
સીએલએસએ એ સુલા પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક 571 રૂપિયા પ્રતિશેરથી વધારી 863 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.