LTIMindtree ના પરિણામ મિશ્ર રહ્યા, જાણો બ્રોકરેજ હાઉસિઝે સ્ટૉક પર શું આપી સલાહ
LTIMindtree પર નોમુરાએ રિડ્યૂસના રેટિંગ આપ્યા છે. બ્રોકરેજે તેના શેરનું લક્ષ્ય ઘટાડીને 3940 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. બ્રોકરેજનું કહેવુ છે કે ગ્રોથ અને માર્જિન પર Q1FY24 ના પરિણામ અનુમાનથી ઓછા રહ્યા. એક્ઝીક્યૂશનમાં સુસ્તી જોતા નાણાકીય વર્ષ 2024 માં ડબલ ડિજિટ ગ્રોથની સંભાવના નથી.
એલટીઆઈમાઈંડટ્રી (LTIMindtree) ના પરિણામો પહેલા ક્વાર્ટરમાં મિશ્ર રહ્યા. કંપનીની Constant Currency Revenue ગ્રોથ ફ્લેટ રહ્યો. માર્જિનમાં મામૂલી સુધારો જોવા મળ્યો. જો કે ક્વાર્ટરના આધારા પર કંપનીનો ચોખ્ખો નફો 1,113.7 કરોડ રૂપિયાથી 35.7% વધીને 1,151.5 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે તેના 1,194 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. કંપનીના મેનેજમેન્ટે કહ્યુ ગ્રાહક નિર્ણય લેવામાં મોડુ કરી રહ્યા છે. યૂરોપમાં ક્લાઈંટ્સ ડીલની સમીક્ષા કરી રહ્યા છે. કંપની જરૂરત પડવા પર ક્ષમતા વધારશે. કંપની આ મહીને પ્રમોશન પ્રક્રિયા શરૂ કરશે. મોટી ડીલની પાઈપલાઈન ઘણી મજબૂત છે.
CITI ON LTI Mindtree
સિટીએ એલટીઆઈમાઈંડટ્રી પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4,160 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટરના પરિણામ અનુમાનના મુજબ રહ્યા. મેનેજમેંટે સતર્ક ટિપ્પણી કરી છે. Q4FY23 માં 1.35 અરબ ડૉલરના ઑર્ડરના મુકાબલે Q1FY24 માં $1.41 અરબ ડૉલરના ઑર્ડર ભવિષ્યના માટે સારા સંકેત છે. જો કે ક્વાર્ટરના આધાર પર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો એક ફૉરવર્ડ લુકિંગ ઈંડિકેટર છે.
Nomura On LTIMindtree
નોમુરાએ એલટીઆઈમાઈંડટ્રી પર રિડ્યૂસના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય ઘટાડીને 3940 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY24 માં પરિણામ ગ્રોથ અને માર્જિન પર ઉમ્મીદથી ઓછા રહ્યા. એક્ઝીક્યૂશનમાં સુસ્તીને જોતા નાણાકીય વર્ષ 2024 માં ડબલ ડિજિટની વૃદ્ઘિની સંભાવના નથી. જ્યારે માર્જિનમાં સુધારની સંભાવના છે. FY24-25 માટે તેના ઈપીએસ અનુમાન 2% ઘટાડ્યા છે.
મૉર્ગન સ્ટેનલીએ એલટીઆઈમાઈંડટ્રી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય ઘટાડીને 5450 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટે હવે નાણાકીય વર્ષ 2024 માટે ડબલ ડિજિટમાં ગ્રોથ ગાઈડેંસ ને પાછા લી લીધા છે. કંપનીએ FY24 ના માર્જિન બનાવી રાખ્યા છે.
JP Morgan ON LTIMindtree
જેપી મૉર્ગને એલટીઆઈમાઈંડટ્રી પર અંડરવેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 3800 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં માર્જિન અનુમાનના મુજબ હોવાની બાવજૂદ પણ આવક અનુમાનથી ઓછી રહી. કંપનીને ડીલ ક્લોઝર અને કન્વર્ઝનમાં લગાતાર મોડુ જોવાને મળી રહ્યુ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.