Today's Broker's Top Picks: પેંટ્સ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, ટિટાગઢ રેલ, સીજી પાવર, ટેક મહિન્દ્રા, ગેલ, લાર્સન, એમએન્ડએમ છે બ્રોકરેજના રડાર પર
કોટક સિક્યોરિટીઝે ટેક મહિન્દ્રા પર રેટિંગ રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ નવા ઓગ્રેનાઈઝેશન સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પેન્ટ્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પેન્ટ્સ પર કહેવુ છે કે બ્રાન્ડ 'બિરલા ઓપસ' બિરલા ગ્રુપની હાલની બ્રાન્ડને સ્ટ્રેન્થ આપે છે. ગ્રામીણ ડીલરો બ્રાન્ડ સ્ટ્રેન્થના આધારે નવી સ્પર્ધા આધારિત સ્ટોક વધારી રહ્યા છે. શહેરી ડીલરોની પસંદગી જાણીતી બ્રાન્ડ્સ પર વધુ કેન્દ્રિત છે.
ગ્રાસિમ પર જેફરિઝ
જેફરિઝે ગ્રાસિમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પેઇન્ટ બિઝનેસ માટે ખૂબ જ અપેક્ષિત બ્રાન્ડ નામનું અનાવરણ કર્યું, 'બિરલા ઓપ્સ' છે. Q4FY24 માટે 3 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની કંપનીની યોજના છે.
ટાટા મોટર્સ પર નોમુરા
નોમુરાએ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 786 રૂપિયા પર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટાટા મોટર્સે આકર્ષક કિંમત સાથે નેક્સોનની નવી એડિશન લોન્ચ કરી. નેક્સોનની ડિલિવરી 23 સપ્ટેમ્બરથી શરૂ થવાની અપેક્ષા છે. ડીલર સર્વે દર્શાવે છે કે બન્ને મોડલમાં ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ છે.
ટિટાગઢ રેલ પર HSBC
એચએસબીસીએ ટિટાગઢ રેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 750 રૂપિયા પ્રતિશેરથી વધારીને 900 રૂપિયા પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રાઈવેટ સેક્ટર તરફથી રેલ વેગન માટે મજબૂત માગ છે. નાણાકીય વર્ષ 23-26 માં નફો 2.8 ગણો વધવાની અપેક્ષા છે. RoE 20% વધવાની અપેક્ષા છે.
DAM કેપિટલે CG પાવર પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
ટેક મહિન્દ્રા પર કોટક સિક્યોરિટીઝ
કોટક સિક્યોરિટીઝે ટેક મહિન્દ્રા પર રેટિંગ રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ નવા ઓગ્રેનાઈઝેશન સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે.
GAIL પર કોટક સિક્યોરિટીઝ
કોટક સિક્યોરિટીઝે ગેલ પર રેટિંગના રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
L&T પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને L&T પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3268 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને સતત ઓર્ડર મળી રહ્યા છે. કંપનીની ભારત અને મિડ-ઈસ્ટમાં મોટા રોકાણની યોજના છે. Q1માં કંપનીનું મજબૂત પ્રદર્શન છે. Q2 માટે નવા મોટો ઓર્ડર મળવાની અપેક્ષા છે. ઓર્ડર ઈનફ્લો ગ્રોથ 10-12% રહેવાની અપેક્ષા છે.
M&M પર CLSA
સીએલએસએ એ એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ છે તેમણે તેના પર લક્ષ્યાંક 1898 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્ચ 2024 સુધી SUVનું ઉત્પાદન 49,000 Units/Month વધારશે. 18%ના RoE સાથે FY23-30 સુધી કંસો CAGR 15-20% રહેવાની અપક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.