Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રિકલ્સ, ટીસીએસ, ફેડરલ બેંક, સેલો, જેકે સિમેન્ટ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ છે બ્રોકરેજના રડાર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રિકલ્સ, ટીસીએસ, ફેડરલ બેંક, સેલો, જેકે સિમેન્ટ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ છે બ્રોકરેજના રડાર

નોમુરાએ ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO ઉત્તરાધિકાર માટે માર્ચ 2024 સુધીમાં ફાઈનલ લિસ્ટ બાહર આવી શકે છે. બિઝનેસ બેન્કિંગ અને MARG ઈન્ક્રીમેન્ટલ ગ્રોથ ડ્રાઈવર્સ છે. MARG એટલે માઈક્રો ફિન, એગ્રી, રૂરલ, ગોલ્ડ લોન થાય.

અપડેટેડ 11:33:45 AM Feb 27, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિયલ એસ્ટેટ પર જેફરિઝ

જેફરિઝે રિયલ એસ્ટેટ પર ટોપ-7 શહેરોમાં રેસિડેન્શિયલ વેચાણ સતત ડબલ ડિજિટમાં વધ્યું છે. Seasonally સૌથી મજબૂત Q4 દરમિયાન ડબલ ડિજિટમાં રેસિડેન્શિયલ વેચાણ થશે. સમગ્ર શહેરોમાં કિંમતો ઝડપથી બદલાઈ રહી છે. મુંબઈની કિંમતો 2023માં 10%થી વધુ વધી છે. NCR અને બેંગાલુરૂમાં કિંમતો 20%થી વધુ વધી છે.


ઇલેક્ટ્રિકલ્સ પર જેફરિઝ

જેફરિઝે ઇલેક્ટ્રિકલ્સ પર ડિક્સન ટેક માટે રેટિંગ અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6440 રૂપિયા પ્રતિશેર થી ઘટાડી 5920 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 1 વર્ષમાં ડિક્સને 150% રિટર્ન આપ્યા, FY25માં PE 73x રહ્યા. ર્વ્લપૂલ માટે રેટિંગ અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1265 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 1125 રૂપિયા પ્રતિશેર કર્યા છે. વ્હર્લપૂલનું OPM હવે ઘટીને 9MFY24માં 5% થયું. વ્હર્લપૂલનું OPM FY15-21માં 9-12% રહેવાનો અંદાજ હતો. ડ્યુરેબલ્સ એ ઉચ્ચ સ્પર્ધાત્મક માર્કેટ છે.

TCS પર UBS

યુબીએસએ ટીસીએસ પર રેટિંગ ન્યુટ્રલથી અપગ્રેડ BUY કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરથી વધારી 4700 રૂપિયા પ્રતિશેરના કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને 100-150 bps સાથે રેવેન્યુ ગ્રોથ વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25માં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. ગ્રોથ ડ્રાઇવર્સ BFSI સેગમેન્ટમાં રિવાઇવલનો સમાવેશ થશે. ગ્રોથ ડ્રાઇવર્સ ક્લાઉડ માઇગ્રેશન પ્રોજેક્ટ્સમાં રિવાઇવલનો સમાવેશ થશે.

ફેડરલ બેન્ક પર નોમુરા

નોમુરાએ ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO ઉત્તરાધિકાર માટે માર્ચ 2024 સુધીમાં ફાઈનલ લિસ્ટ બાહર આવી શકે છે. બિઝનેસ બેન્કિંગ અને MARG ઈન્ક્રીમેન્ટલ ગ્રોથ ડ્રાઈવર્સ છે. MARG એટલે માઈક્રો ફિન, એગ્રી, રૂરલ, ગોલ્ડ લોન થાય.

સેલો પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે સેલો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1100 રૂપિયા પ્રતિશેરના આપ્યા છે.

JK સિમેન્ટ પર MOSL

મોતિલાલ ઓસવાલે જેકે સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સુપિરિયર એક્ઝિક્યુશન, ગ્રોથ પ્લાન યથાવત્ રહેશે. નાણાકીય વર્ષ 25/26 માટે EBITDA 6%/7% વચ્ચે રહેવાનો અંદાજ છે.

કેસ્ટ્રોલ ઈન્ડિયા પર MOSL

મોતિલાલા ઓસવાલે કેસ્ટ્રોલ ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ડિજિટલ Initiatives પર ફોકસ છે.

ઈન્ડસ ટાવર્સ પર સિટી

સિટીએ ઈન્ડસ ટાવર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 265 રૂપિયા પ્રતિશેરથી વધારી 320 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 27, 2024 11:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.