જેફરિઝે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 7650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની માટે રોબસ્ટ ગ્લોબલ મિડલ ડિસ્ટિલેટ ડિમાન્ડ છે. તેમણે આગળ કહ્યું ઇથેન ઇકોનોમિક્સ પેટકેમ સ્પ્રેડને સપોર્ટ કરી રહી છે. નજીક ગાળામાં O2Cમાં FY24/25માં EBITDA +2%/1% વધવાની અપેક્ષા છે.
કોલ ઈન્ડિયા પર સિટી
સિટીએ કોલ ઈન્ડિયા પર ન્યુટ્રલ રેટિંગ, લક્ષ્યાંક 430 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં વોલ્યુમ લક્ષ્યાંક જાળવી રાખવાનું મેનેજમેન્ટનું લક્ષ્યાંક છે. ઇ-ઓક્શન વોલ્યુમમાં વધારો જોવાને મળ્યો છે. તેમણે આગળ કહ્યું કે ઓવર બર્ડન રિમૂવલ (OBR) એકાઉન્ટિંગમાં ફેરફારો છે. નાણાકીય વર્ષ 24/25માં કેપેક્સ $2- 2.1 Bn. મજબૂત વોલ્યુમ અને પાવર ડિમાન્ડને કારણે ગત વર્ષ સ્ટોક બમણા કરતાં પણ વધુ દોડ્યો છે. નાણાકીય વર્ષ 25 માં P/E 8x વધવાની અપેક્ષા છે.
કોલ ઈન્ડિયા પર CLSA
સીએલએસએ કોલ ઈનડિયા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ Q4 માં ઈ-ઓક્શન પ્રીમિયમમાં ઘટાડો દર્શાવ્યો છે. નાણાકીય વર્ષ 24 માટે વોલ્યુમ ગાઈડન્સ 1%થી વધુ રહેવાની અપેક્ષા છે. પણ FY25 માટે વોલ્યુમ ગાઈડન્સ 9% રહેવાની અપેક્ષા છે.
કોફોર્જ પર જેફરિઝ
જેફરિઝે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 7650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
બાયોકોન પર જેફિરઝ
જેફિરઝે બાયોકોન પર રેટિંગ ડાઇનગ્રેડ કર્યા છે. જેફરીઝે રેટિંગ ન્યુટ્રલથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બાયોસિમિલર્સ સેગમેન્ટમાં નવા લોન્ચના અભાવને કારણે કમાણી ડાઉનગ્રેડ રહી. મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ ઓછા રહેવાથી સિન્જીન માટે FY25 આઉટલુક નરમ રહી શકે છે.
ગ્લેનમાર્ક ફાર્મા પર HSBC
એચએસબીસીએ ગ્લેનમાર્ક ફાર્મા પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.