Today's Broker's Top Picks: રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, કેન ફિન હોમ્સ અને એલએન્ડટી છે બ્રોકરેજ પર
મોર્ગન સ્ટેનલીએ કેન ફિન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં નફો ઈન-લાઈન રહ્યો. NIM મજબૂત રહી QoQ ધોરણે 3.95% રહી. ડિસ્ટ્રિબ્યુશનમાં નરમાશ રહી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3046 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની માટે ફરી રિ-રેટિંગ કર્યા, 2024 કંપની માટે સારો રહેવાની અપેક્ષા છે. સોલાર પેનલ ઉત્પાદનના સ્ટાર્ટ-અપ અંગેની સ્પષ્ટતાથી આગામી વેલ્યુ ક્રિએશન માટે સ્પષ્ટતા છે. નાણાકીય વર્ષ 23-26 માટે EPS CAGR 13% રહેવાના અનુમાન છે.
રિલાયન્સ પર HSBC
એચએસબીસીએ રિલાયન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2600 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના કંસો પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા, O2C બિઝનેસ નરમ રહ્યા છે. ડિજિટલ બિઝનેસ રેન્જ બાઉન્ડ રહ્યો પરંતુ E&P મજબૂત રહ્યા. ડિજિટલ ARPU પર સબ્સ્ક્રાઇબર્સ પર વધુ ફોકસ છે. કેપેક્સ મોમેન્ટમ ધીમો રહ્યો છે.
રિલાયન્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2925 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 EBITDA QoQ ધોરણે 1% ઘટી 40700 કરોડ રૂપિયા, YoY ધોરણે 15% રહી. E&P અર્નિંગ અનુમાનથી સારા રહ્યા છે. ટેલિકોમમાં Adds સબ્સ્ક્રાઇબરમાં ઉછાળો આશ્ચર્યજનક રહેશે. રિટેલ સેગમેન્ટમાં આવક ગ્રોથ મજબૂત, સ્ટોર સેલ્સ ગ્રોથ મજબૂત રહ્યો.
કોટક મહિન્દ્રા બેન્ક પર UBS
યુબીએસે કોટક મહિન્દ્રા બેન્ક પર વેચાણની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1875 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ ઈન-લાઈન રહ્યા, NIM ફ્લેટ રહ્યા. Q3માં માર્જિન ફ્લેટ રહ્યા. લોન ગ્રોથ YoY ધોરણે 16% સામાન્ય રહ્યો છે. CASA રેશિયો 47.7% રહ્યો. સ્મૉલ બિઝનેસ માર્જિનમાં ઘટાડો રહ્યો.
કોટક મહિન્દ્રા બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ કોટક મહિન્દ્રા બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1860 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં માર્જિન પૉઝિટવ રહ્યા, ક્રેડિટ કોસ્ટમાં ઉછાળો આવ્યો. ક્રેડિટ ખર્ચ અનુમાનથી ઉંચા રહ્યા. લોન ગ્રોથ અનુમાનથી સારા રહ્યા.
કોટક મહિન્દ્રા બેન્ક પર GS
ગોલ્ડમેન સૅક્સે કોટક મહિન્દ્રા પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 2280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અન્ય ક્વાર્ટરની સરખાણીએ મજબૂત રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર PPoP ગ્રોથ 21% રહ્યો.
કેન ફિન હોમ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ કેન ફિન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં નફો ઈન-લાઈન રહ્યો. NIM મજબૂત રહી QoQ ધોરણે 3.95% રહી. ડિસ્ટ્રિબ્યુશનમાં નરમાશ રહી.
L&T પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4171 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.