TCS ના Q1 ના પરિણામ નબળા, પરંતુ સ્ટૉકમાં તેજી, જાણો બ્રોકરેજીસની સ્ટૉક પર શું છે સલાહ
જેફરીઝે ટીસીએસ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3450 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં કંપનીના રેવન્યૂ/માર્જિન અનુમાનના મુજબ રહ્યા.
ટીસીએસ દેશની આ સૌથી મોટી આઈટી કંપનીએ 30 જુન, 2023 ના સમાપ્ત ક્વાર્ટર એટલે કે પહેલા ક્વાર્ટરના પરિણામ નબળા રહ્યા છે. Q1 માં કંપનીનો નફો 11,392 કરોડ રૂપિયાથી ઘટીને 11,074 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે Q1 માં એબિટડા 14,488 કરોડ રૂપિયાથી ઘટીને 13,755 કરોડ રૂપિયા રહ્યા. મેનેજમેન્ટે કહ્યુ કે મૉર્ટગેજ અને કેપિટલ માર્કેટમાં નબળાઈ રહી. મોટી અમેરિકી બેંકમાં વધારે મુશ્કેલો નથી. પરંતુ યૂરોપમાં ડીલને લઈને ક્લાઈંટ્સ મોડુ કરી રહ્યા છે. ડીલને લઈને હજુ કોઈ પ્રાઈઝિંગ દબાણ નથી. Q1 માં ગ્રોથમાં ઘટાડો જોવાને મળ્યો. Q2 માં રિકવરી આવશે તેના સંકેત નથી. ડિમાંડમાં તેજી ક્યારે આવશે તેનો અંદાજો લાગવો મુશ્કિલ છે. જાણો સ્ટૉક પર બ્રોકરેજ હાઉસિઝે શું કહ્યુ -
JP Morgan On TCS
જેપી મોર્ગને ટીસીએસ પર અંડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે શેરનું લક્ષ્ય 2700 રૂપિયાથી ઘટાડીને 2650 રૂપિયા નક્કી કર્યુ છે. બ્રોકરેજે કહ્યુ કે ક્વાર્ટરના આધાર પર Q1 પરિણામ અનુમાનના મુજબ રહ્યા. કંપનીના CC રેવન્યૂ ફ્લેટ રહ્યા. ટેલીકૉમ, હાઈટેક અને BFSI એ ગ્રોથને નીચે ખેંચી લીધો.
Nomura On TCS
નોમુરાએ ટીસીએસ પર રિડ્યૂસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય 2800 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે Q1FY24 ના પરિણામ રેવન્યૂ અને માર્જિન બન્ને સ્તરો પર નબળા રહ્યા. ઑર્ડર બુક ઊપરની તરફ જઈ રહી છે, પરંતુ નજીકના સમયમાં વિઝિબ્લિટી ઓછી થઈ છે. કર્મચારીઓની ઘટતી સંખ્યામાં મામૂલી સુધાર દેખાય રહ્યો છે. અમારા વિચારમાં કંપનીના નાણાકીય વર્ષ 24 માં 25% એબિટ માર્જિન સુધી પહોંચવાની સંભાવના નથી.
Bernstein On TCS
બર્નસ્ટીને ટીસીએસ પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3650 રૂપિયા નક્કી કર્યા છે. બ્રોકરેજનું કહેવુ છે કે કંપનીના રેવેન્યૂ અનુમાનના મુજબ રહ્યા અને કમાણીણાં 1% નો વધારો થયો. કંપનીની લગાતાર બીજા ક્વાર્ટરમાં 10 અરબ ડૉલરથી વધારાની ઑર્ડરબુક રહી છે. તેના બુક ટૂ બિલ અનુપાત 1.41 ગણા સુધી સુધર્યા. કંપનીના મોટા ખર્ચ અનુકૂળ સોદા પર ફોક્સ કરી રહી છે.
Jefferies On TCS
જેફરીઝે ટીસીએસ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3450 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં કંપનીના રેવન્યૂ/માર્જિન અનુમાનના મુજબ રહ્યા. જ્યારે અન્ય આવક વધારે હોવાને કારણે નફો અનુમાનથી વધારે રહ્યો. તેમણે કહ્યુ કે અનુમાનમાં થોડો બદલાવ કર્યો છે. આશા છે કે ટીસીએસ સીસી રેવન્યૂમાં 6% FY23-25 CAGR અને 10% EPS CAGR ડેલિવર કરશે.
આજે એટલે કે 13 જુલાઈ 2023 ની સવારે 11:00 વાગ્યે એનએસઈ પર આ શેર 95.25 અંક એટલે કે 2.92 ટકા ઊપર 3,355.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 3,575.00 રૂપિયા અને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 2,926.10 રૂપિયા રહ્યા છે. આજે ઈંટ્રાડેમાં કંપનીના શેર અત્યાર સુધી 3,272.75 ના લો અને 3,360.00 ના હાઈના સ્તરે પહોંચ્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)