Today's Broker's Top Picks: એચડીએફસી લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક અને ઈન્ડિયા કંઝ્યુમર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એચડીએફસી લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક અને ઈન્ડિયા કંઝ્યુમર છે બ્રોકરેજના રડાર પર

મોતિલાલ ઓસવાલે ઈન્ડસઈન્ડ બેંક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,900 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024 માટે કંપની ટોપ પિક્સ બની. કંપનીનું પ્રદર્શન સતત સારૂ અને સ્થિર છે.

અપડેટેડ 11:42:48 AM Jan 15, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Nomura On HDFC Life

નોમુરાએ એચડીએફસી લાઈફ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 760 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 કંપની માટે વૉશઆઉટ વર્ષ રહ્યું. Q3FY24માં કંપનીએ ગ્રોથ દેખાડ્યો. વર્ષ દર વર્ષના ધોરણે VNB 3% ઘટ્યો, પણ APE કરતા ઓછો ઘટાડો છે.


MS On HDFC Life

મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી લાઈફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 780 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY24 નબળું ત્રિમાસિક રહ્યું. VNB માર્જિનાં ઘટાડો નોંધાયો. હાલના નબળા અનુમાનની આશંકા કરતા VNB 3% વધારે છે.

MOSL On IndusInd Bank

મોતિલાલ ઓસવાલે ઈન્ડસઈન્ડ બેંક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,900 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024 માટે કંપની ટોપ પિક્સ બની. કંપનીનું પ્રદર્શન સતત સારૂ અને સ્થિર છે. અસેટ ક્વાલિટી અને રિટર્ન રેશિયોમાં સુધારો દેખાયો. ક્રેડિટ કોસ્ટ, માર્જિન અને ઓપેક્સમાં પણ સુધારો થઈ રહ્યો છે. FY24-26 સુધી લોન ગ્રોથ 19% વધવાની આશા છે. બેન્કનું CASA મિક્સ 45%થી વધારવાનું લક્ષ્ય છે.

MS On India Consumer

મોર્ગન સ્ટેનલીએ ઈન્ડિયા કંઝ્યુમર પર બજારમાં સુપિરિયર રિલેટિવ ગ્રોથ વધારવાનું યથાવત્ રાખ્યુ. તેમણે કહ્યુ કે ડિસ્ક્રિશનરીમાં સારૂ પ્રદર્શન દેખાડનાર સ્ટોક પર ફોકસ રાખવું. જ્યારે એવન્યુ સુપરમાર્ટ્સ, પેજ ઇન્ડસ્ટ્રી, ITC પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. જ્યારે એશિયન પેન્ટ્સ, AB ફેશન અને નેસ્લે પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Wipro ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

MoneyControl News

MoneyControl News

First Published: Jan 15, 2024 11:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.