જેફરીઝે ટેક મહિન્દ્રા પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટેક મહિન્દ્રા પર જેફરીઝ
જેફરીઝે ટેક મહિન્દ્રા પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નીચલા સ્તરેથી સ્ટોક 20% ઉપર છે. FY26 સુધી આવક ગ્રોથ 7% રહે તે અંગે શંકા છે. હાલના સ્તરેથી ડિ-રેટિંગ જોવા મળી શકે છે. રિસ્ક રિવોર્ડ અનફેવરેબલ છે.
એલએન્ડટી પર જેફરીઝ
જેફરીઝે એલએન્ડટી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 3400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિફેન્સ એક્સપોઝર તરફ કંપની આગળ વધી રહી છે. આવનાર 6-7 મહિનામાં કેપેક્સ સાઈકલ સુધરી શકે છે. H2FY24 માટે મ્યૂટ ગાઈડેન્સ ટૂંકાગાળે ચિંતા છે.
સિપ્લા પર જેફરીઝ
જેફરીઝે સિપ્લા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ઇન્દોર પ્લાન્ટને US FDA તરફથી વોર્નિંગ લેટર છે. ડેટા ઇન્ટીગ્રીટી ઇશ્યૂ બહાર આવ્યો. વોર્નિંગ લેટરના કારણે રોકાણકારોમાં ચિંતા છે. US સેલ્સમાં ઇન્દોર પ્લાન્ટ 30% યોગદાન આપે છે. ઇમ્પોર્ટ પર વોર્નિંગ લેટરની અસર ઓછી રહી શકે છે.
એચપીસીએલ પર મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એચપીસીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 364 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2027 માટે કંપનીનો માર્કેટ કેપ વધારવાનો લક્ષ્ય છે. EBITDA વધવાનો અંદાજ છે. નવી HPCL થીસીસના કારણે વ્યૂ પોઝિટીવ છે.
ઓએનજીસી પર એચએસબીસી
એચએસબીસીએ ઓએનજીસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 165 રૂપિયા પ્રતિશેરથી વધીને 175 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવેમ્બર અંત સુધી KG બસિન ઓઈલ ફેસેલિટી શરૂ થવાની શક્યતા છે. તેલ અને ગેસની કિંમતો અસરકારક રીતે મર્યાદિત કરવામાં આવી છે. અપ-સાઈડ રિસ્ક લિમિટેડ લાગી રહ્યું છે.
બીએસઈ પર જેફરીઝ
જેફરીઝે બીએસઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બચતના નાણાંકીયકરણથી ભારતીય એક્સચેન્જોને ફાયદો થયો. વધતી ઇક્વિટી ભાગીદારીથી લાભ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 24 માં BSE 150% અર્નિંગ્સ દેખાડી શકે છે. રેગ્યુલેશન અને સ્પર્ધા તરફથી છે. છેલ્લા 6 મહિનામાં BSE ડેરિવેટીવ માર્કેટ શેર 14% વધ્યો. નવા પ્રોડક્ટ લોન્ચના કારણે ડેરિવેટીવ માર્કેટ શેર વધ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)