નોમુરાએ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
અંબર એન્ટરપ્રાઇસિસ પર જેફરિઝ
જેફરિઝે અંબર એન્ટરપ્રાઇસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹3120 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મલ્ટી ઈયર ગ્રોથ માટે સ્થાનિક AC ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળ્યુ છે. નાણાકીય વર્ષ 19 માં RAC ઉત્પાદન 22% વધ્યુ હતું. નાણાકીય વર્ષ 23માં 29-30% વધ્યુ. નાણાકીય વર્ષ 26 માટે RoCE 19% વધવાની અપેક્ષા રાખી છે.
બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર નોમુરા
નોમુરાએ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં રેવેન્યુ મજબૂત રહી પણ માર્જિન અનુમાનથી ખરાબ રહ્યા છે. નાણાકીય વર્ષ 24-25 માં EBITDA માર્જિન 100 bps વધી 26.7%-27% રહેવાનો અંદાજ છે.
ઈન્ડિયા હેલ્થકેર પર નોમુરા
નોમુરાએ ઈન્ડિયા હેલ્થકેર પર કહ્યુ કે છેલ્લા બે સપ્તાહમાં ઘણી હેલ્થકેર કંપનીઓએ પરિણામોની જાહેર થયા. સન ફાર્મા, સિપ્લા, ઝાયડસ, બાયોકોન અને મેક્સ હેલ્થ ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. એલ્કેમ લેબ, ગ્લેન્ડ ફાર્મા, ફોર્ટિસ, ડિવીઝ લેબના પરિણામ અનુમાન કરતાં ખરાબ રહ્યા છે. અબોટ, JB કેમિકલ્સના પરિણામ અનુમાન કરતાં ખરાબ રહ્યા છે. નાણાકીય વર્ષ 24 માટે ફાર્મા કંપનીમાં ગ્રોથ જોવા મળશે. નાણાકીય વર્ષ 24 માટે EBITDA માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
પેન્ટ્સ કંપની પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પેન્ટ્સ કંપની પર કહ્યુ કે Q4માં ટોપલાઇન ગ્રોથ અને ગ્રોસ માર્જિનમાં સુધારો જોવા મળ્યો. નજીકની ગાળાની માંગ અને માર્જિન આઉટલુક પર કંપનીઓ આશાવાદી છે. એશિયન પેન્ટ્સમાં ગ્રોથ જોવા મળ્યો. નાણાકીય વર્ષ 24 માટે બર્જર પેન્ટ્સમાં ગ્રોથ રહેવાની અપેક્ષા છે.
બજાજ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8500 પ્રતિશેરના નક્કી કર્યા છે.
ICICI લોમ્બાર્ડ પર ઈન્વેસ્ટેક
ઈન્વેસ્ટેકે ICICI લોમ્બાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1570 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ICICI બેન્ક બોર્ડે કંપનીમાં 50% થી વધુ હિસ્સો વધારવા મંજૂરી આપી છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)