મેક્વાયરીએ એચસીએલ ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CC ટર્મ ગ્રોથ ગાઈડન્સ 6-8% રહેવાની ધારણા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
અપોલો હોસ્પિટલ્સ પર યુબીએસ
યુબીએસએ અપોલો હોસ્પિટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રી ડેટા અનુક્રમે બિઝનેસ ગ્રોથ જોવા મળી રહ્યો છે. આગળ તેમણે કહ્યું અપોલોના કોર હેલ્થકેર બિઝનેસ અને અપેક્ષા પર પોઝિટીવ વ્યૂ છે. ઓક્યુપન્સી 62%થી વધી 65% રહી શકે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે આવક સ્થિર રહેવાની અપેક્ષા છે. કંપનીનો વર્ષ દર વર્ષના ધોરણે 15% ગ્રોથની અપેક્ષા છે.
એસબીઆઈ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ એસબીઆઈ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 670 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિટેલ અને SME સેગમેન્ટ્સમાં મજબૂત ટ્રેક્શન યથાવત્ રહેવાની અપેક્ષા છે. સ્થાનિક લોન ગ્રોથ ધીરે-ધીરે વધી રહ્યો છે. માર્જિનમાં દબાણ જોવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 24 માટે લોન ગ્રોથ ગાઈડન્સ 12-14% રહી શકે છે.
એચડીએફસી બેન્ક પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે એચડીએફસી બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2051 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RBIએ ICRRRને દૂર કરવાનો નિર્ણય લીધો છે. મૂલ્યાંકન અસર 48 ડૉલર મિલીયન જેટલી રહી શકે છે. જાહેરાત બાદ બેન્કે 3.5 ડૉલર બિલિયનનું 29,000 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ગુમાવ્યું છે. નાણાકીય વર્ષ 23-26 માં અર્નિંગ ગ્રોથ 17% વધવાની અપેક્ષા છે.
ઈન્ફોસિસ પર સિટી
સિટીએ ઈન્ફોસિસ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1430 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
મેક્વાયરીએ એચસીએલ ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CC ટર્મ ગ્રોથ ગાઈડન્સ 6-8% રહેવાની ધારણા છે.
ટાટા સ્ટીલ પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે ટાટા સ્ટીલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 82 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એચડીએફસી લાઈફ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ એચડીએફસી લાઈફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24માં મધ્યમ-ટર્મમાં APE ગ્રોથ જોવા મળ્યો. નવા પ્રોડક્ટ પાઈપલાઈનમાં છે. નાણાકીય વર્ષ 24 માં APE ઈનલાઈન અને VNB ગ્રોથમાં વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24માં રિટેલ પ્રોટેક્શનમાં 20-25% ગ્રોથ રહેવાની અપેક્ષા છે.
ઝોમેટો પર ઇક્વિરસ
ઇક્વિરસે ઝોમેટો પર લાંબાગાળા માટે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 135 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરી બિઝનેસ ગ્રોથ વધી રહ્યો છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)