સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મૉર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટ્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2702 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. માર્જિન પણ અનુમાનથી ખરાબ રહ્યા. મોસમી રીતે નબળું ક્વાર્ટર રહ્યું, ચોમાસું અને માગ ઘટવાની અસર છે. વિલંબિત તહેવારોની સિઝનને જોતાં Q3 મજબૂત રહેવાની અપેક્ષા છે.
જેફરિઝે એશિયન પેન્ટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અનિયમિત ચોમાસા અને તહેવારોની મોસમમાં વિલંબની અસર પરિણામ પર છે. નબળા ગ્રાહક સેન્ટિમેન્ટને કારણે Q2ના પરિણામ ખરાબ રહ્યા. નીચી RM કિંમતોનો ફાયદો GMને ઉચ્ચત્તમ સ્તર પર લઈ ગયો. Q3ના પરિણામ સારા જાહેર થવાની મેનેજમેન્ટની કમેન્ટ્રી છે. Geopolitical તણાવની અસર માર્જિન પર છે. મુખ્યત્વે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવની અસર છે.
એચએસબીસીએ એશિયન પેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાન કરતાં ખરાબ છે. વોલ્યુમ ગ્રોથ 6% પર રહ્યો, નબળા વરસાદની અસર જોવા મળી. માર્જિન અનુમાન કરતાં નબળા રહ્યા છે. Q3માં વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે. H2FY24 આઉટલુક મજબૂત રહેવાની અપેક્ષા છે.
સીએલએસએ એ શ્રીરામ ફાઈનાન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2050 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ મજબૂત, માર્જિને Surprise કર્યા. H2FY24માં AUM ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. CY24-26 માટે EPS 6-10% વધવાની અપેક્ષા છે.
સીએલએસએ એ પીએનબી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 80 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અસેટ્સ ક્વોલિટીમાં સુધારો થયો છે.
મૉર્ગન સ્ટેનલીએ PNB પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 55 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.