મૉર્ગન સ્ટેનલીએ MCX પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ઓટો પર રિટેલ સેલ્સમાં સુધારો યથાવત રહ્યો છે. હોલસેલ ઇન્ડસ્ટ્રી વ્યુ આકર્ષક ગ્રોથ દેખાય રહ્યો છે. Q2 નાણકીય વર્ષ 24 માટે વોલ્યુમ મિશ્ર રહેવાની અપેક્ષા છે. ગ્રામીણ વિસ્તારમાં માગ નરમ રહી છે.
સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે સિમેન્ટ પર ઓક્ટોબરમાં સિમેન્ટના ભાવ 10-50 રૂપિયા બેગ વધાર્યા છે. મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં એવરેજ પ્રાઈસ 4% વધ્યા. વધુ વરસાદની અસર સપ્ટેમ્બર માટે ઓફટેક પર રહી. Q2માં EBITDA સારા રહેવાની અપેક્ષા છે.
શ્રીરામ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ શ્રીરામ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 માટે લોન ગ્રોથ ગાઈડન્સ 15%થી વધારી 18% રહી. CVની માંગ સમગ્ર સમય દરમિયાન સારી રહી છે. LCVsની માગમાં ઘટાડો, પરંતુ HCVs વ્હીકલનું પ્રદર્શન સારું રહ્યું છે. કંપનીની માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા ઓછી છે. તહેવાર સિઝન અને માંગમાં વધારો કંપની માટે પોઝિટીવ છે. નાણાકીય વર્ષ 24માં એયુએમ ગ્રોથ 16% રહેવાની અપેક્ષા છે.
MCX પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ MCX પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SEBI એ MCXના નવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મને સ્થગિત કરવા જણાવ્યું છે. સ્ટોકના ભાવમાં તીવ્ર વધારો થતાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું.
જેફરિઝે કોન્કોર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 825 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)