Today's Broker's Top Picks: બેંક ઑફ બરોડા, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: બેંક ઑફ બરોડા, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 12:09:22 PM Oct 11, 2023 પર
Story continues below Advertisement
મોર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2,200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેંક ઑફ બરોડા પર સિટી

સિટીએ બેંક ઑફ બરોડા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 245 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 'BoB World' મોબાઈલ એપ્લિકેશન પર ગ્રાહક ઑનબોર્ડિંગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેનાથી નવી ગ્રાહક અધિગ્રહણની ગતિ થોડી હદ સુધી ધીમી થઈ જશે. પરંતુ 89% પર્સનલ લોન ડિઝિટલ રૂપથી મંજૂર કરવામાં આવ્યા છે. પર્સનલ લોનની ડિજિટલ સોર્સિંગ વર્ષના 83% ના દરથી વધી રહી છે.


Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ફિનિક્સ મિલ્સ પર મોર્ગન સ્ટેનલી

મોર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2,200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q2FY24 રિટેલ વેચાણ અને ભાડાની વૃદ્ઘિમાં તેજી આવી. નાણાકીય વર્ષ 2024 ના પહેલા સત્રમાં કંઝમ્પ્શન નાણાકીય વર્ષ 2024 ના 11,500 કરોડના લક્ષ્યના 45% હતી. જ્યારે કંપની માટે H2FY24 સામાન્ય રીતે મજબૂત હોય છે. આ અમારા માટે ભારતના પ્રૉપર્ટી સેક્ટરમાં સૌથી પસંદગીના સ્ટૉક છે કારણ કે તે 20% થી વધારે આવક ગ્રોથ આપી શકે છે.

સનટેક રિયલ્ટી પર જેફરીઝ

જેફરીઝે સનટેક રિયલ્ટી પર ખરીદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 555 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. અફોર્ડેબલ અને મધ્યમ આવક ગ્રુપ માટે હાઉસિંગ પ્લેટફૉર્મ બનાવા માટે સનટેકએ આઈએફસીની સાથે ગઠબંધન કર્યુ. તેની હેઠળ કંપની 20,000 ઘર બનાવશે. આ પ્લેટફૉર્મ આ સેગમેંટમાં કંપનીની ક્ષમતાને વધારશે. ત્યારે સરકાર અફોર્ડેબલ આવાસ પર પોતાનું જોર ફરીથી વધારવા માટે તૈયાર જોવામાં આવી રહી છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.