Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
ડાબર પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ડાબર પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 608 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
એચએસબીસીએ બ્રિટાનિયા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સેલ્સ 0.8% વધ્યો છે, જ્યારે વોલ્યુમ ગ્રોથ ફ્લેટ રહ્યો છે. ગ્રામિણ વિસ્તારમાં ડિમાન્ડ નબળી દેખાય રહી છે.
મૉર્ગન સ્ટેનલીએ બર્જર પેન્ટ્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 479 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે. માગ ઘટવાની અસર પરિણામ પર જોવા મળી. ગ્રોથ ડબલ ડિજિટ પર યથાવત્ રાખવાની મેનેજમેન્ટનો ભરોસો છે. Q3માં EBITDA માર્જિન યથાવત્ રહેવાની મેનેજમેન્ટની ધારણા છે.
એચએસબીસીએ બર્જર પેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં વોલ્યુમ ગ્રોથમાં સુધારો નોંધાયો.
મૉર્ગન સ્ટેનલીએ ડાબર પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 608 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24માં શહેરી અને ગ્રામિણ ગ્રોથ ઈન-લાઈન છે. માર્કેટ શેરમાં સતત વધારો જોવાને મળી રહ્યો છે. ઓક્ટોબરમાં રિકવરી જોવા મળી.
સિટીએ ડૉ.લાલ પેથ લેબ્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2290 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ સારા રહ્યા છે. રેવેન્યુ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 12.6% મજબૂત રહ્યા છે. વર્ષ દર વર્ષના ધોરણે કંપનીના EBITDA માર્જિન 270 bps વધી 29.6% રહ્યા. Patient વોલ્યુમ ગ્રોથ 7.7% રહ્યો.
સીએલએસએ એ ગોદરેજ પ્રોપર્ટીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં કેશ ફ્લોમાં પણ રિકવરી જોવા મળી.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)