જેપી મૉર્ગને બેન્ક ઓફ બરોડા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ICICI લોમ્બાર્ડ પર CLSA
CLSAએ ICICI લોમ્બાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1550 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએ નું કહેવુ છે કે મોટર સિવાયના તમામ સેગમેન્ટમાં ગ્રોથ છે. નવા વિસ્તારમાં ક્રેડિટ હેલ્થ ગ્રોથમાં મજબૂતી છે.
બેન્ક ઓફ બરોડા પર JP મૉર્ગન
જેપી મૉર્ગને બેન્ક ઓફ બરોડા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટ શેર સુધરી રહ્યો છે. રિટેલ લોન ગ્રોથ ખાનગી બેન્કો કરતાં વધુ ઝડપી છે. અસેટ્સ ક્વાલિટીમાં સુધારો કર્યો છે.
JB કેમિકલ્સ પર જેફરિઝ
જેફરિઝે JB કેમિકલ્સ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 2680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક કંપનીઓમાં JB કેમિકલ્સ સૌથી ઝડપી ગ્રોથ કરનારી કંપની છે. કાર્ડિયાક અને ગેસ્ટ્રોમાં થેરાપીમાં કંપની મોખરે છે. કંપનીની નવા બ્રાન્ડ્સ લોન્ચ કરવાની યોજના છે.
કોફોર્જ પર નોમુરા
નોમુરાએ કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4920 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે આગામી 5 વર્ષમાં રેવેન્યુ ડબલ કરવાની યોજના છે. નાણાકીય વર્ષ 24 માં રેવેન્યુ ગાઈડન્સ 13-16% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 24માં માર્જિન સ્ટેબલ રહી શકે છે. મધ્યમ ટર્મમાં માર્જિન 100-300 bps વધવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.