મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,647 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
GS On HDFC Bank
ગોલ્ડમેન સૅક્સે એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મર્જર બાદ બેન્ક વધુ મજબૂત થશે. નાણાકીય વર્ષ 23-26 માં સેક્ટર-અગ્રણી કમાણી 18%ની ગ્રોથની અપેક્ષા છે. વધુ સારા રિટર્ન રેશિયોની આશા છે. મજબૂત બેલેન્સશિટ ગ્રોથ અને સારો નફાકારકતાનું અનુમાન છે.
Jefferies On ICICI Pru
જેફરીઝે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 640 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ પીક-અપ મહત્વનો એજેન્ડા છે. નવા CEOથી કંપનીને ફાયદાની અપેક્ષા છે. ડિસ્ટ્રીબ્યુશન ઇફિશિયન્સીમાં સુધારો જોવા મળશે.
Jefferies On Reliance
જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,125 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અર્નિંગ્સ ગ્રોથ પર રોકાણકારોનું ફોકસ છે. રિટેલમાં ઝડપી ગ્રોથ જોવા મળવાની આશા છે. O2Cમાં EBITDA ગ્રોથ સ્થિર રહી શકે છે. નાણાકીય વર્ષ 24 માટે EBITDA અનુમાન 16%થી વધવાની આશા છે.
MOFSL On Blue Dart
મોતીલાલ ઓસવાલે બ્લૂ ડાર્ટ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીનું આપ્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8,040 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા ATF કિંમતોના કારણે માર્જિનને સપોર્ટ છે. એરક્રાફ્ટ એડિશનના કારણે H2FY24માં વોલ્યુમ વધી શકે છે. E-કોમર્સમાં માર્કેટ શેર વધારવા પર ફોકસ છે. H2FY24માં EBITDA માર્જિન 13-14% વધી શકે છે.
Citi On IGL
સિટીએ આઈજીએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 560 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દિલ્હી સરકારે CNG ટેક્સીની પરમિટ માન્યના એકસરખી કરી. પરમિટની માન્યતા એક સરખી15 વર્ષ માટે રહેશે. 7 વર્ષમાં ઇલેક્ટ્રિક ફ્લીટ્સમાં સ્વિચ કરવાનો આદેશ છે. ફેરફારના કારણે રિસ્ક રિવોર્ડ સુધરશે.
MS On BEL
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 136 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માટે 5,900 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ તેના FY24 ઓર્ડરના પ્રવાહના 30% છે. આવક ગ્રોથ 17 અને EBITDA માર્જિન 21-23% વધવાની આશા છે.
MS On Manappuram Fin
મોર્ગન સ્ટેનલીએ મણાપ્પુરમ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિ શેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે Asirvad MFI રાઇટ્સ ઇશ્યુ મંજૂર થયા. રાઇટ્સ ઇશ્યુ બાદ Asirvad MFIની ઇક્વિટી કેપિટલ 10%થી વધશે.
MS On L&T
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,647 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગળ સારી કેપેક્સ સાઈકલ જોઈ રહ્યા છે. સ્ટોકમાં ઉપલા સ્તર જોવા મળી શકે.
Citi On Mphasis
સિટીએ એમફેસિસ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,675 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિમાન્ડ સ્થિતીમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. Q1FY24 બાદથી ઓવરઓલ ગ્રોથ સુધરશે. નાણાકીય વર્ષ 24 માં માર્જિનની રેન્જ 15.25-16.25% રહી શકે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.