Today's Broker's Top Picks: હિરો મોટોકૉર્પ, ઓટો, સિમેન્ટ, કન્સ્ટ્રક્શન અને એગ્રી પાઈપ્સ, બજાજ ફાઈનાન્સ, ફોર્ટિસ, UNO મિંડા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: હિરો મોટોકૉર્પ, ઓટો, સિમેન્ટ, કન્સ્ટ્રક્શન અને એગ્રી પાઈપ્સ, બજાજ ફાઈનાન્સ, ફોર્ટિસ, UNO મિંડા છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએ એ બજાજ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યમ ટર્મ માટે ગ્રોથ અને નફાની અપેક્ષા છે. આવાનારા 4 વર્ષમાં રિટલે ક્રેડિટ 4% રહેવાની અપેક્ષા છે.

અપડેટેડ 11:42:30 AM Sep 04, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

કોટક મહિન્દ્રા બેંક પર જેફરીઝ

જેફરીઝે કોટક મહિન્દ્રા બેંક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નિવૃત્તિને સરળ બનાવવા માટે ઉદય કોટકે તેમનો કાર્યકાળ પૂરો થવાના 4 મહિના પહેલા રાજીનામું આપ્યું. જોઈન્ટ એમડી અને ચેરમેન પણ તે જ દિવસે નિવૃત્ત થાય છે અને કેટલીક અંગત બાબતો સંભાળે છે. ઉદય કોટક હવે 5 વર્ષ માટે બિન-કાર્યકારી ડિરેક્ટર તરીકે કામ કરશે અને પ્રમોટર રહેશે. RBI દ્વારા નવા CEOને મંજૂરી આપવામાં આવે તે પહેલા દિપક ગુપ્તા વચગાળાના CEO હશે. નવા નેતૃત્વ હેઠળ સરળ ટેકઓવર મુખ્ય રહેશે.


કોટક મહિન્દ્રા બેંક પર મોર્ગન સ્ટેનલી

મોર્ગન સ્ટેનલીએ કોટક મહિન્દ્રા બેંક પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2250 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઉદય કોટકે MD અને CEOના પદ પરથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝીક ડિરેક્ટર છે. પોસ્ટ માટે પ્રાથમિકતાના ક્રમમાં બેંકે આરબીઆઈને બે નામોની દરખાસ્ત કરી છે. વચગાળામાં, દિપક ગુપ્તાએ MD અને CEOની ફરજો સંભાળી છે. મેક્રો અપસાયકલમાં વૃદ્ધિની તકો મેળવવા માટે થિંક બેંક સારી રીતે સ્થિત છે. બેંક પણ ઉચ્ચ માર્જિન અસ્કયામતો તરફ લોન મિક્સ શિફ્ટ ચલાવી રહી છે. બહેતર રિલેટિવ વેલ્યુએશન આપેલી મોટી બેંકોને પ્રાધાન્ય આપો.

ઓટો પર નોમુરા

નોમુરાએ ઓટો પર વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક PV 12% વધી 3.68 લાખ યુનિટ છે., અનુમાનથી સારા રહ્યા. વર્ષના આધાર પર M&HCV ઈન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ 18% રહ્યો. ટ્રેક્ટર વોલ્યુમ ફ્લેટ રહ્યું. વર્ષના આધાર પર 2-વ્હીલર ઈન્ડસ્ટ્રીનું વોલ્યુમ ગ્રોથ 7% ઘટ્યો. PV માટે તહેવારોની સિઝિનમા માગ વધવાની અપેક્ષા છે.

ઓટો પર જેફરિઝ

જેફરિઝે ઓટો પર વર્ષના આધાર પર ઓટો ઈન્ડસ્ટ્રી PV અને ટ્રક માટે હોલસેલ ગ્રોથ 11-13% રહ્યો. 2-વ્હીલર હોલસેલ ગ્રોથ 1-2% રહ્યો. વર્ષના આધાર પર PV, 2-વ્હીલર અને ટ્રકનું રજિસ્ટ્રેશન 9-13% રહ્યું. ટ્રેક્ટર માટે 27% ગ્રોથ રહ્યો. મારૂતિ સુઝુકીના રજિસ્ટ્રેશનમાં રિકવરી જોવા મળી. હીરો મોટો, આઈશર મોટર,મારૂતિ અને M&Mના ઓગસ્ટ સેલ્સના આંકડા સારા રહ્યા. બજાજ ઓટો, TVS મોટર, અશોક લેલેન્ડના ઓગસ્ટ સેલ્સના આંકડા નબળા રહ્યા. TVS મોટર અને ટાટા મોટર્સ ટોપ પીક છે.

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

સિમેન્ટ પર જેફરિઝ

જેફરિઝે સિમેન્ટ પર સપ્ટેમ્બર 2023 માટે સિમેન્ટના ભાવ 10-35 રૂપિયા બેગ વધાર્યા. ઓગસ્ટ માટે ભાવ 1-2% મહિના દર મહિનાના ધોરણે નીચે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે ફ્લેટ રહ્યા. ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલમાં કિંમતમાં વધારો થયો. નીચલા સ્તરેથી માગમાં સુધારો થયો.

કન્સ્ટ્રક્શન અને એગ્રી પાઈપ્સ પર જેફરિઝ

જેફરિઝે કન્સ્ટ્રક્શન અને એગ્રી પાઈપ્સ પર જૂન-ઓગસ્ટમાં કન્સ્ટ્રક્શન અને એગ્રી પાઈપ્સ માટે નબળો રહ્યો. H2FY24માં માગ વધવાની અપેક્ષા છે. જુલાઈ-ઓગસ્ટ 2023માં પાઈપની કિંમત 5% વધી છે.

બજાજ ફાઈનાન્સ પર CLSA

સીએલએસએ એ બજાજ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યમ ટર્મ માટે ગ્રોથ અને નફાની અપેક્ષા છે. આવાનારા 4 વર્ષમાં રિટલે ક્રેડિટ 4% રહેવાની અપેક્ષા છે.

ફોર્ટિસ પર નોમુરા

નોમુરાએ ફોર્ટિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 388 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

UNO મિંડા પર DAM કેપિટલ

DAM કેપિટલે UNO મિંડા પર ખરીદદારીની સલાહ છે તેમણે તેના પર લક્ષ્યાંક 705 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24માં નવા પ્રોજેક્ટ શરૂ થશે કંપનીના માર્જિન Expansion થશે. H2FY25 સુધીમાં માર્જિનમાં મજબતૂ રિકવરીના અપેક્ષા છે. FY23-FY25 માટે રેવેન્યુ CAGR 20% મજબૂત રહેવાની અપક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Jio Financial સહિત 10 શેરની સર્કિટ લિમિટેમાં બીએસઈએ કર્યો બદલાવ, ચેક કરો કયા શેરોમાં થયો બદલાવ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2023 11:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.