Today's Broker's Top Picks: હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:00:50 AM Jul 05, 2023 પર
Story continues below Advertisement
મૉર્ગન સ્ટેનલીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

હીરો મોટોકોર્પ પર જેફરિઝ

જેફરિઝે હીરો મોટોકોર્પ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 3500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હીરો-હાર્લીએ આકર્ષક કિંમતે પ્રીમિયમ મોટરસાઇકલ લૉન્ચ કરી છે. બેઝ મોડલ આકર્ષક પ્રપોઝિશન ઓફર કંપનીએ આપી છે. X440નું સેલ્સ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 CCથી 35-40% વધવાની અપેક્ષા છે. રોયલ એનફિલ્ડ ક્લાસિકથી માત્ર 20% વધુ કિંમત છે હાર્લી બ્રાન્ડ બાઈકની છે.


હીરો મોટોકોર્પ પર CLSA

સીએલએસએ એ હીરો મોટોકોર્પ પર વેચવાલીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 2708 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આકર્ષક પ્રાઇસ પોઇન્ટ હીરોને 250cc+ સેગમેન્ટમાં શેર વધારવામાં મદદગાર છે. X440 બાઈક લોન્ચ થઈ, બેઝ મોડલ આકર્ષક પ્રપોઝિશન ઓફર છે. નાણાકીય વર્ષ 25 માં 250CC+ મોટરસાઈકલ સેગમેન્ટ શેર્સમાં 9%નો ઉછાળો આવી શકે છે. માર્કેટ શેર કેપ્ચર કંપની કરવા મલ્ટીપલ ન્યૂ પ્રીમિયમ બાઈક લોન્ચ કરશે. કંપની તેના મુખ્ય સેગમેન્ટમાં શેર ગુમાવી રહી છે. 2-વ્હીલર સેગમેન્ટમાં પણ કોમ્પિટીશન સતત વધી રહી છે.

ઈન્ડસઈન્ડ બેન્ક પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગત ક્વાર્ટરમાં લોન ગ્રોથ 4% રહ્યો હતો. આગળ તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે ગત ક્વાર્ટરમાં લોન ગ્રોથ 6% રહ્યો હતો. રિટેલ ડિપોઝિટ ગ્રોથમાં સતત સુધારો નોંધાયો. ક્વાર્ટરના ધોરણે રિટેલ ડિપોઝિટ ગ્રોથ 5.4% રહ્યો. ગત ક્વાર્ટરમાં રિટેલ ડિપોઝિટ ગ્રોથ 3.7% રહ્યો હતો.

સંવર્ધન મધરસન પર CLSA

સીએલએસએ એ સંવર્ધન મધરસન પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 102 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે યાચીયોના 4W બિઝનેસમાં 81% હિસ્સો ખરીદશે. અધિગ્રહણથી એક્વિઝિશન સનરૂફ અને ફ્યુઅલ ટેન્ક સેગમેન્ટમાં કંપનીની એન્ટ્રી થશે. હોન્ડા મોટર સાથે બિઝનેસથી કંપનીનો ગ્રોથ થવામાં મદદગાર છે. હોન્ડા એક્વિઝિશન બાદ કંપનીનો ચોથો સૌથી મોટો ગ્રાહક બની જશે.

સંવર્ધન મધરસન પર નોમુરા

નોમુરાએ સંવર્ધન મધરસન પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીનું કર્યું છે. તેના પર લક્ષ્યાંક 105 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે યાચીયો સાથે સનરૂફ સેગમેન્ટમાં પ્રવેશ કરશે કંપની. યાચીયોના 4W બિઝનેસમાં 81% હિસ્સો ખરીદશે.

સંવર્ધન મધરસન પર નોમુરા

નોમુરાએ સંવર્ધન મધરસન પર વેચવાલીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 65 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Veefin Solutions IPO Listing: BSE SME પર ધીમી એન્ટ્રી, દરેક શેર પર રોકાણકારો માટે આટલો નફો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 05, 2023 11:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.