સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મેક્વાયરીએ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 563 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં માર્જિન સરપ્રાઈસ રહ્યા. નોવાલિસનું વોલ્યુમ અનુમાનથી સારૂ રહ્યું. EBITDA/ટન $480 અનુમાનની સુધરી $519 રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે USમાં પેકેજિંગ વોલ્યુમમાં સુધારો આવી શકે છે.
સીએલએસએ એ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોવાલિસના પરિણામમાં સતત સુધારો જોવા મળ્યો. Q4 સુઘીમાં નોવાલિસનું EBITDA/ટન $525 પર પહોંચવાનો લક્ષ્યાંક છે. Q2માં નોવાલિસ EBITDA/ટન $519થી પાર રહવાનો અંદાજ છે. Q3 અને Q4માં ગાઈડન્સ જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
નોમુરાએ એચપીસીએલ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 305 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં માર્કેટિંગ માર્જિન ઉચ્ચત્તમ સ્તર પર જોવા મળ્યા. નાણાકીય વર્ષ 25 માટે EBITDA 3% વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 26 માટે EBITDA 6% વધવાની અપેક્ષા છે.
બર્નસ્ટેઇને ઈન્ફો એજ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના ધોરણે કંપનીની આવક ગ્રોથ 12% વધ્યો. વર્ષ દર વર્ષના આધાર પર 99Acres આવક/Billingsમાં 25%-22%નો ગ્રોથ જોવા મળ્યો. નોકરી Billings ગ્રોથમાં પણ સુધારો આવ્યો.
નોમુરાએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 99Acresની આવકમાં સુધારો આવ્યો. નાણાકીય વર્ષ 24-26 માટે EPSમાં 1%ના સુધારાની અપેક્ષા છે.
મેક્વાયરીએ ઝાયડસ લાઈફ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 490 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે USની રેવલિમીડ દવાનું વેચાણ ઘટવાથી આવકમાં ઘટાડો આવ્યો. Q4માં રેવલિમીડ સેલ્સમાં સુધારો આવાની અપેક્ષા છે. ભારતની બિઝનેસ આવક ઈન-લાઈન રહી છે.
નોમુરાએ ઝાયડસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 747 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેવલિમિડ જેનરિકનું સેલ્સ નરમ હોવા છતાં Q2 માર્જિન મજબૂત છે. આગળ તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24માં માર્જિન વધીને 24% રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24 માટે US માર્કેટ માટે ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ રહેવાની ધારણા છે.
સીએલએસએ એ ઝાયડસ લાઈફ પર રેટિંગ ડાઉનગ્રેડથી આઉટપરફોર્મ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 660 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24માં માર્જિન મજબૂત રહ્યા છે. કોર બિઝનેસ અને માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
નોમુરાએ એલ્કેમ લેબ્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારી કરી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4963 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. ખર્ચમાં ઘટાડો અને ટેક્સ રેટનો ફાયદો થયો છે. નાણાકીય વર્ષ 24 માટે માર્જિન ગાઈડન્સ 16%થી વધી 16.5% રહેવાની અપેક્ષા છે.
મેક્વાયરીએ એલ્કેમ લેબ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3175 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોસ માર્જિન 60%થી વધુ રહ્યા.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)