આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ક્રેડિટ કાર્ડ્સ પર HSBC
HSBC એ ક્રેડિટ કાર્ડ્સ પર મહિના દર મહિનાના આધાર પર જુલાઈ 2023માં ક્રેડિટ કાર્ડથી ખર્ચ 5.5% વધ્યો. કાર્ડ્સ-ઇન-ફોર્સમાં 1.3%નો વધારો MoM, એક્સિસ નેટ ઇશ્યુઅન્સ રન રેટમાં તીવ્ર રિકવરી છે. માર્કેટમાં સૌથી ICICI બેન્ક અને સ્મૉલ બેન્કના ક્રેડિટ કાર્ડનો વપરાશ વધારે છે. HDFC બેન્ક, SBI કાર્ડ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કનો ક્રેડિટ કાર્ડમાં માર્કેટ શેર ઘટ્યા.
Zomato પર HSBC
એચએસબીસીએ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 102 રૂપિયા પ્રતિશેરથી વધારી 120 રૂપિયા પ્રતિશેર કર્યો છે.તેમનું કહેવુ છે કે Blinkit નુ કરન્ટ વેલ્યુએશન $5 બિલિયન છે. 3-4 વર્ષમાં Blinkitનું Contribution margin 6-7% હાસલ કરવાની અપેક્ષા છે. 3-4 વર્ષમાં EBITDA માર્જિન 3-4% રહેવાની અપેક્ષા છે.
પિરામલ એન્ટરપ્રાઈસિસ પર સિટી
સિટીએ પિરામલ એન્ટરપ્રાઈસિસ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી વેચાણના કર્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડી 1010 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
મૉર્ગન સ્ટેનલીએ SBI કાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈમાં ઈન્ડસ્ટ્રી સ્પેન્ડિંગ ગ્રોથ 25% રહ્યો. મહિના દર મહિનાના ધોરણે SBI કાર્ડેના ક્રેડિટ કાર્ડના માર્કેટ શેરમાં ઘટાડો નોંધાયો. ક્રેડિટ કાર્ડ ઈન્ડસ્ટ્રી માટે MoM ધોરણે ગ્રોથ 1.3%થી ઘટી 1.2% રહ્યો.
HAL પર ઈલારા
ઈલારાએ HAL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3780 રૂપિયા પ્રતિશેરથી વધારીને 4620 રૂપિયા પર કર્યો છે. કંપનીનો અર્નિંગ ગ્રોથ ડબલ ડિજિટમાં અને માર્જિન સ્ટેબલ રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-26 સુધીમાં અર્નિગં CAGR 11% રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્। 23-25 સુધીમાં RoE 21% રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)