મોર્ગન સ્ટેનલીએ ઈન્ડિગો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,321 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
MS On IndiGo
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડિગો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,321 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્ડસ્ટ્રી રિકવરીથી વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ 25 સુધી EBITDA 6.7 ગણા રહી શકે છે.
GS On Godrej Cons
ગોલ્ડમેન સૅક્સે ગોદરેજ કંઝ્યુમર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે HPCમાં અન્ય કંપનીઓ કરતા H2FY23માં સારૂ પ્રદર્શન કરશે. વિવિધ પહેલો દ્વારા ભારતમાં ગ્રોથ જોવા મળ્યો. માર્જિનમાં મજબૂતી યથાવત્ રહી છે. કંપની પ્લાન મુજબ એક્વેઝીશનમાં આગળ વધી રહી છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં સારી રિકવરી કરી છે.
Kotak Instl Eq On Voltas
Kotak Instl Eq એ વોલ્ટાસે વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 710 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માટે EPS અનુમાન 8%થી ઘટ્ડાયું. AC બિઝનેસમાં મંદી જોવા મળી. સ્પર્ધા,માર્જિન દબાણના કારણે FY25 EPS અનુમાન 9%થી ઘટાડ્યું છે.
Jefferies On Voltas
જેફરીઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1090 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માટે AC સેગ્મેન્ટ આવક ગ્રોથ ઘટાડી 12% કર્યું. આગામી 12 મહિનામાં અપસાઇડ બેક-એન્ડેડ થવાની સંભાવના છે.
Jefferies On Cement
જેફરીઝે સિમેન્ટ પર મહિના દર મહિના ધોરણે ઓલ-ઇન્ડિયામાં સરેરાશ ભાવ સ્થિર રહ્યા. મધ્ય/પશ્ચિમમાં કિંમતો વધી, પૂર્વ/દક્ષિણમાં ઘટી છે. મોડા ચોમાસાના કારણે જૂનમાં માગ સારી રહી. જુલાઈમાં કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવી શકે છે. Q1માં YoY ધોરણે EBITDA ગ્રોથ જોવા મળી શકે.
Kotak Instl Eqt On Max Fin
Kotak Instl Eqt એ મેક્સ ફાઈનાન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,060 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે MAX લાઈફ નાણાકીય વર્ષ 24 સુધી Mid-teen APE ગ્રોથ દેખાડવા સક્ષમ છે.
CLSA On Steel
સીએલએસએ એ સ્ટીલ પર ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ સ્ટીલની માગ વધી. મે મહિનામાં ચાઈનાનું સ્ટીલ ઉત્પાદન ઘટ્યું. નબળા કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના કારણે કિંમતો પર અસર છે. સ્થાનિક સ્ટીલની કિંમતો માટે ડાઉન-સાઈડ રિસ્ક જોઈ રહ્યા છે.