Today's Broker's Top Picks: ઈન્ટરગ્લોબલ એવિએશન, શુગર સેક્ટર, આઈટી, એક્સિસ બેન્ક, કોનકૉર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ઈન્ટરગ્લોબલ એવિએશન, શુગર સેક્ટર, આઈટી, એક્સિસ બેન્ક, કોનકૉર છે બ્રોકરેજના રડાર પર

મેક્વાયરીએ એક્સિસ બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 980 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 23 માટે RoA 1.8% રહ્યા, NIM 4% નોંઘાયો છે. ક્રેડિટ કોસ્ટ 40 bps રહ્યા. નાણાકીય વર્ષ 24 માટે માર્જિન મજબૂત રહેવાની અપેક્ષા છે. આગળ તેમણે કહ્યું અસેટ્સ અને ક્રેડિટ કોસ્ટમાં સુધારો આવી શકે છે.

અપડેટેડ 11:24:34 AM Sep 14, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઈન્ટરગ્લોબલ એવિએશન પર UBS

યુબીએસએ ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3300 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે P&W ની સમસ્યા ઉમ્મીદથી વધારે મોટી છે. હવે 1,200 ની જગ્યાએ 3,000 ઈંજન રીકૉલ કરવામાં આવશે. પહેલાની તુલનામાં 300 દિવસના ટર્નઅરાઉંડ સમય મળ્યો છે. તેનાથી કંપનીના 26% ફ્લીટ 300 દિવસો માટે ગ્રાઉંડેડ થઈ શકે છે. જો કે તેનો પ્રભાવ આવનાર 3 વર્ષોમાં દેખાશે.


શુગર સેક્ટર પર DAM

બલરામપુર ચીની માટે ખરીદી સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક 510 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. ત્રિવેણી એન્જીનિયરિંગ માટે ખરીદી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 415 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. દાલ્મિયા શુગર માટે ખરીદી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. દ્વારિકેશ શુગર માટે ખરીદી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 120 રૂપિયા પ્રતિશેર આપ્યા છે. અલ-નીનોની સ્થિતિ ઝડપથી વિકસિત થવાથી શુગરના ઉત્પાદનમાં વધુ અવરોધ આવશે. અલ નીનોની સ્થિતિને કારણે સ્થાનિક શુગરના ભાવને 37 કિલોગ્રામથી ઉપર રહી શકે છે. ઉચ્ચા વોલ્યુમ સાથે શુગર કંપનીઓ ફાયદો થશે. નાણાકીય વર્ષ 23-26 માટે શુગર કંપનીઓના અર્નિંગ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે.

Bombay Dyeing ના સ્ટૉકમાં 18% તેજી, બોર્ડ દ્વારા ₹5,200 કરોડની વર્લી વિસ્તારમાં જમીન વેચવાના સોદાથી આવ્યો ઉછાળો

IT પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને IT પર રોકાણકારનું ફોકસ FY24થી FY25 તરફ મૂવ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 25માં મિડકેપ કરતાં લાર્જકેપની સ્થિતિ સારી રહેવાની અપેક્ષા છે. સારા ગ્રોથ અને મજબૂત માર્જિનથી TCS અને ઈન્ફોસસમાં મજબૂતી છે. લાર્જ કેપમાં ઈન્ફોસિસ ટોપ પીક પર છે.

એક્સિસ બેન્ક પર મેક્વાયરી

મેક્વાયરીએ એક્સિસ બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 980 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 23 માટે RoA 1.8% રહ્યા, NIM 4% નોંઘાયો છે. ક્રેડિટ કોસ્ટ 40 bps રહ્યા. નાણાકીય વર્ષ 24 માટે માર્જિન મજબૂત રહેવાની અપેક્ષા છે. આગળ તેમણે કહ્યું અસેટ્સ અને ક્રેડિટ કોસ્ટમાં સુધારો આવી શકે છે.

કોન્કોર પર જેફરિઝ

જેફરિઝે કોન્કોર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 775 રૂપિયા પ્રતિશેરથી વધારી 825 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દાદરી-રેવાડી સ્ટ્રેચ પૂર્ણ થતાં રેલ કાર્ગો શિફ્ટમાં ટ્રેક્શન જોવા મળ્યું. નાણાકીય વર્ષ 24માં સ્થાનિક વોલ્યુમ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 15% રહેવાની અપેક્ષા છે. ગાઈડન્સમાં પણ 10% નો ઉછાળો આવી શકે છે. માર્કેટ શેરમાં પણ સુધારો આવવાની અપેક્ષા છે.

મેક્રોટેક ડેવલપર્સ પર જેફરિઝ

જેફરિઝે મેક્રોટેક ડેવલપર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 860 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે લાંબાગાળા માટે સેલ્સ CAGRમાં મજબૂતીની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24 પ્રી-સેલ્સ અને કેશ કલેક્શન ટ્રેક પર રાખવાનો લક્ષ્ય છે. નાણાકીય વર્ષ 24માં દેવું ઘટાડવાની મેનેજમેન્ટની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 14, 2023 11:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.