જેફરિઝે SBI કાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT સેક્ટર પર JP મૉર્ગન
JP મૉર્ગને IT સેક્ટર પર ગ્લોબલ સ્તરે IT સર્વિસ માટે નેગેટિવ વ્યૂ આપ્યો છે. આગળ તેમણે કહ્યુ કે Q1 અને H2FY24માં દરેક IT ફર્મનું નેગેટિવ પ્રદર્શન છે. ઈન્ફોસસ, TCS અને એમ્ફેસિસ માટે નેગેટિવ વ્યૂ આપ્યો છે.
NBFC પર CLSA
સીએલએસએ એ એનબીએફસી પર નાણાકીય વર્ષ 24 માં ડિપોઝિટના રેટ સ્થિર થવાના અનુમાન છે. આગળ તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 25માં દર ઘટવાના અનુમાન છે. NBFCsના ફંડ કોસ્ટ આજે પ્રી-કોવિડ લેવલ કરતાં ઓછી છે. SBI કાર્ડ પસંદીદા શેર છે. LIC હાઉસિંગ ફાઈન્સ દ્વારા રેટ ઘટાડવાની અસર NBFC પર પડશે.
ટેલિકોમ પર જેફરિઝ
જેફરિઝે ટેલિકોમ પર વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 23 માં રેવેન્યુ ગ્રોથ 14% રહ્યો. આગળ તેમણે કહ્યુ કે રિલાયન્સ જીયોનું માર્કેટ શેર 120 bps વધ્યું. ભારતી એરટેલનું માર્કેટ શેર 80 bps વધ્યું. વોડાફોનનું માર્કેટ શેર 140 bps ઘટ્યુ. ભારતી એરટેલનો ગ્રામિણ માર્કેટમાં સારો ગ્રોથ છે. જીયોનો શહેરી માર્કેટમાં સારો ગ્રોથ છે. નાણાકીય વર્ષ 23-25 માટે સેક્ટર રેવેન્યુ CAGR 12% રહેવાના અનુમાન છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24-26 માટે આવક ઘટીને 3-4% રહેવાનો અંદાજ છે. CY23માં કંપનીનું ગાઈડન્સ 3% થી ઘટી -2% પર રહેવાની આશંકા છે. ડિજિટલ એન્જિનિયરિંગ ખર્ચની અસર ગાઈડન્સ પર જોવા મળી.
ગોલ્ડમેન સૅક્સે ઈન્ડિગો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2730 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ટ્રાફિક, ઉચ્ચ માર્કેટ શેર અને ફ્યુલ પ્રાઈસમાં ઘટાડાની પોઝિટીવ અસર રહેશે. યિલ્ડ સામાન્ય થવાના અનુમાન છે. ગો ફાસ્ટ એર ગ્રાઉન્ડિગને કારણે ટિકિટના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
SBI કાર્ડ પર જેફરિઝ
જેફરિઝે SBI કાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે UPI માં મજબૂત ટ્રેક્શન હોવા છતાં, IND કાર્ડ ખર્ચમાં ઘટાડો આવ્યો. ખર્ચ ઘટવાથી માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 23-26માં CAGR 26% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 24 સુધી RoEમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)