નોમુરાએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર તેમણે લક્ષ્યાંક ₹1132 પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
JK સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે JK સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹3200 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA મજબૂત જાહેર થયા. જેફરીઝે કહ્યુ કે કંપનીએ સારા વોલ્યુમ ગ્રોથ જાહેર કર્યા. ઓપરેટિંગ કેશ ફ્લોમાં રિકવરી જોવા મળી. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 23 માટે કેપેક્સ ₹1,550 કરોડથી વધી ₹1,610 કરોડ રહી.
સન ફાર્મા પર જેફરિઝ
જેફરિઝે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹1200 પ્રતિ શેરથી ઘટાડી ₹1150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં પરિણામ અનુમાન મુજબ રહ્યા. કેન્સરની દવા રેવલિમીડ USમાં લોન્ચ કરી. ભારતમાં ગ્રોથ મજબૂત રહ્યો. ગ્લોબલ સ્તરે વેચાણ અનુમાન કરતાં સારૂ રહ્યુ. નાણાકીય વર્ષ 24 માટે રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ મજબૂત રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24-25 માટે EPS 2-3% રહેવાનો અંદાજ છે.
સન ફાર્મા પર નોમુરા
નોમુરાએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર તેમણે લક્ષ્યાંક ₹1132 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માં રેવેન્યુ ગ્રોથ 9.3% રહેવાની અપેક્ષા છે. સેલ્સ ગ્રોથ ઘટવાના અનુમાન દેખાય રહ્યા છે. નાણાકીય વર્ષ 24માં ગાઈડન્સ ઈન-લાઈન રહી શકે. ભારતમાં માર્કેટ ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24-25માં રેવેન્યુ ગ્રોથ 10% રહેવાની અપેક્ષા છે. 5 વર્ષમાં CAGR 11% થી ઘટવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 24-25 માટે પરિણામ અનુમાનથી નબળા રહેવાની અપેક્ષા છે.
ઈન્ફો એજ પર નોમુરા
નોમુરાએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4940 પ્રતિ શેર નક્કી કર્યા છે. Q4FY23માં નોન- IT કર્મચારીઓની ભરતી વધી. નાણાકીય વર્ષ 24માં વોલ્યુમ ગ્રોથ સારો રહેવાની અપેક્ષા છે.
પિરામલ એન્ટરપ્રાઈઝિસ પર જેફરિઝ
જેફરિઝે પિરામલ એન્ટરપ્રાઈઝિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹985 પ્રતિ શેર નક્કી કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે રિટેલ લોન ગ્રોથ મજબૂત રહી. AUM CAGR 15% રહ્યા.
ઓરોબ્ન્દો ફાર્મા પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે ઓરોબ્ન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં વેચાણ મજબૂત રહ્યું. કંપનીના EBITDA અને માર્જિનમાં સુધારો થયો છે. RoW વેચાણ અને નોન-બેટાલેક્ટમ API વેચાણ મજબૂત રહ્યું. ARVનું વેચાણ નબળું અને અપેક્ષાઓથી ઓછું રહ્યું. અન્ય બિઝનેસ ઈન-લાઈન રહ્યા.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)