જેફરિઝે શ્રી સિમેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹22,250 નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જસ્ટ ડાયલ પર UBS
યુબીએસ એ ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તમામ મેટ્રિક્સમાં સુધારો નોંધાયો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો. B2B સેગમેન્ટ સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. FY24-26માં EPS 16-24% રહેવાના અનુમાન છે.
રિલાયન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સારા પરિણામ આવવાની અપેક્ષા છે. મૉર્ગન સ્ટેનલીનું કહેવુ છે કે ચોખ્ખું દેવું ટોચની નજીક અને EBIDTA માં સુધારો આવવાની અપેક્ષા છે.
પીડિલાઈટ પર સિટી
સિટીએ પીડિલાઈટ પર રેટિંગ ડબલ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે રેટિંગ ખરીદારીથી ઘટાડી વેચાણના કર્યા છે. તેમના પર લક્ષ્યાંક ₹2800 પ્રતિશેરથી ઘટાડી ₹2800 પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 24માં માર્જિનમાં ઘટાડો આવવાની આશંકા છે. વર્ષ દર વર્ષના આધાર પર આવક ગ્રોથ 12-13% પર ઈન-લાીન રહેવાની અપેક્ષા છે.
ટાઈટન પર સિટી
સિટીએ ટાઈટન પર રેટિંગ ડાઉગ્રેડ કર્યા છે. તેમને રેટિંગ ખરીદારીથી ઘટાડી ન્યૂટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3280 પ્રતિશેરના નક્કી કર્યા છે.
એચડીએફસી બેન્ક પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને એચડીએફસી બેન્ક પર ઓવરવેટના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે HDFC સાથે મર્જર મધ્યમ ગાળાના પોઝિટીવ અસર જોવા મળશે. જેપી મૉર્ગને મર્જર બાદ ROA 2% પર યથાવત્ રહેવાના અનુમાન છે.
શ્રી સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે શ્રી સિમેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹22,250 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિમાન્ડથી નાણાકીય વર્ષ 23 માં ગ્રોથમાં 15%નો ઉછાળો નોંધાયો છે. નાણાકીય વર્ષ 24 માટે માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.