મૉર્ગન સ્ટેનલીએ M&M ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 325 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરીઝે એમએન્ડએમ ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધારે Q1FY24 માટે લોન અને ડિસ્ટ્રીબ્યુશન ગ્રોથ 28% રહેવાનો અંદાજ છે. વર્ષના ઘોરણે કલેક્શન 96% પર યથાવત્ રહેશે. ક્વાર્ટરના આધારે કંપનીની સ્ટેજ-3 અસેટ્સ 4.4%, સ્ટેજ-2 અસેટ્સ 55 bps વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24-25 માટે RoE આઉટલુક 13-14% રહેવાનો અંદાજ છે.
M&M ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ M&M ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 325 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ મજબૂત રહ્યો છે. GS3 ગુણોત્તર ઘટવા સાથે અસેટ્સ ક્વાલિટીમાં સુધારો થયો છે. ક્રેડિટ કોસ્ટમાં ઘટાડો નોંધાયો.
ગુજરાત ગેસ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ગુજરાત ગેસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 559 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સરકારે ઈન્ડસ્ટ્રીયલ માટે પ્રોપન ઈંપોર્ટ અને ઈંપોર્ટ ડ્યુટી વધારી છે. ડ્યુટીમાં આશ્ચર્યજનક ફેરફારને કારણે ASPમાં 8% વધારો જોવા મળ્યો.
નવીન ફ્લોરો પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ નવીન ફ્લોરો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5186 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા હાઈ વેલ્યુ પ્રોજેક્ટ માટે કેપિટલ વધારશે કંપની.
હિરો મોટોકૉર્પ પર નોમુરા
નોમુરાએ હિરો મોટોકૉર્પ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2870 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આકર્ષક કિંમતો પર હાર્લે X440 ની લૉન્ચિંગ થઈ છે. બાઈકની કિંમત 2.29 લાખ રૂપિયાથી 2.69 લાખ રૂપિયાની વચ્ચે છે. દેશમાં હાર્લેની સૌથી અફોર્ડેબલ બાઈક છે.
બજાજ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર AUM ગ્રોથ 32% રહ્યો છે. વૉલ્યૂમ ગ્રોથથી લોનની ગ્રોથની ચિંતાઓ દૂર રહેશે. કસ્ટમર વધવાથી લોનની ગ્રોથ ચિંતાઓ દૂર થશે. NBFC માં રૈલીને ધ્યાનમાં રાખીને શેરની રી-રેટિંગ સંભવ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)