Todays Brokers Top Picks: નેસ્લે ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર્સ, જુબિલન્ટ ફૂડ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Todays Brokers Top Picks: નેસ્લે ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર્સ, જુબિલન્ટ ફૂડ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 12:50:39 PM Oct 26, 2023 પર
Story continues below Advertisement
મૉર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 18910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ યથાવત છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

નેસ્લે ઈન્ડિયા પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 18910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ યથાવત છે. આગળ તેમણે કહ્યુ કે વોલ્યુમ ગ્રોથને જાળવી રાખવા માટે CEOનો કંપનીના ઝડપી વિકાસ પર ફોકસ છે.


ઈન્ટરગ્લોબ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ ઈન્ટરગ્લોબ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3217 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે DGCA દ્વારા મંજૂર કરાયેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન્સ માટે Winter 2023 શેડ્યૂલમાં 4%નો ગ્રોથ છે. Summer 2023 શેડ્યૂલમાં 4%નો ગ્રોથ અને YoY ધોરણે 8%નો ગ્રોથ છે. Summer 2023ની સરખામણીએ સાપ્તાહિક ફ્લાઇટ્સમાં 55% નો ગ્રોથ છે. Winter 2022ની સરખામણીએ સાપ્તાહિક ફ્લાઇટ્સમાં 55% નો ગ્રોથ છે.

Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

ઇન્ડસ ટાવર્સ પર મેક્વાયરી

મેક્વાયરીએ ઇન્ડસ ટાવર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નવા ટાવર ADD કર્યા છે. ઇન્ડસ સસ્ટેન્ડ સ્ટ્રોંગ ટાવર એડિશન સાથે કુલ ટાવરની સંખ્યા 2 લાખથી વધુ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે EBITDA માર્જિન 120 bps ઘટી 48.5% રહ્યા. ઉચ્ચ પાવર અને ફ્યુલ ખર્ચ અને ટાવર દીઠ ઓછી આવકની અસર માર્જિન પર છે.

જુબિલેંટ ફૂડ પર મોર્ગન સ્ટેનલી

મોર્ગન સ્ટેનલીએ જુબિલેંટ ફૂડ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્યાંક 493 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૉપલાઈન ગ્રોથ પર બીજા ક્વાર્ટર નબળા રહી. ઑપરેટિંગ મેટ્રિક્સમાં ક્વાર્ટરના આધાર પર સુધારો જોવાને મળ્યુ. ગ્રૉસ માર્જિન પૉઝિટિવ રહ્યા પરંતુ કુલ મળીને ગ્રોથ ધીમી રહી. નવા વિસ્તારોમાં રોકાણ EBITDA માર્જિન ઓછા થયા હતા. Q2 માં નબળા ટૉપલાઈન અને ઓછા માર્જિન આઉટલુકના કારણે FY24-FY26 અનુમાનમાં 9-12% ના કપાત કરી છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Oct 26, 2023 12:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.